Live Gang War: સુરતનો આ વિસ્તાર માથાભારે તત્વો માટે બન્યો એપી સેન્ટર, વધુ એક ગેંગવોર સર્જાતા વાતાવરણ બન્યું તંગ

જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર મધરાત્રે હુમલો થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Live Gang War: સુરતનો આ વિસ્તાર માથાભારે તત્વો માટે બન્યો એપી સેન્ટર, વધુ એક ગેંગવોર સર્જાતા વાતાવરણ બન્યું તંગ

ચેતન પટેલ, સુરત: સુરત (Surat) માં ફરી થાભારે તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેંગવોર (Gang War) ની ઘટના સામે આવી રહી છે. ત્યાં શહેરના કુખ્યાત બૂટલેગર (Bootlegger) ના પુત્ર પર જૂની અદાવતમાં બે શખસોએ તલવારથી હુમલો કર્યો, એકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઘટના બનતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

સુરત (Surat)  માં કેટલાક વિસ્તારો માથાભારે તત્વો માટે એપી સેન્ટર થઈ ગયા હોય તેવું લાગે છે. શહેરના લિબાયત ડીંડોલી લાલગેટ રાંદેર જેવા વિસ્તારમાં ગેગ વોર (Gang War) ની ઘટના અવારનવાર બનતી હોય છે. લાલગેટ વિસ્તારમાં જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર મધરાત્રે હુમલો થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આજુબાજુના પોલીસ સ્ટેશનોની પોલીસ (Police) પણ બોલાવવી પડી હતી. એ ઘટનામાં અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવકને હોસ્પિટલ (Hospital) માં ખસેડાયો હતો. જ્યારે હાલ લાલગેટ પોલીસે (Police) આ ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

ઘટનાની વાત કરવામાં આવે તો લાલગેટની હદમાં આવેલા રામપુરા (Rampura) વિસ્તારમાં રહેતા બૂટલેગર વલીઉલ્લાહના પુત્ર ફિરોજ પર જૂની અદાવતમાં તલાવાર જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. 6 થી 7 જેટલા યુવાનોએ એકાએક આવી ને આ હુમલો કર્યો ઘટનામાં નજીકમાં લાગેલા CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ ફૂટેજમાં હુમલો કરનાર યુવાનો છુપાઈ જવા માટે દોડી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

અન્સારી અહેજાજના કહેવા પ્રમાણે મસીન કાલિયા વિરુદ્ધ લાલગેટ પોલીસ અને CP સાહેબને ફરિયાદ કરી હતી. એ ફરિયાદ પાછી ખેંચી લેવા અગાઉ માથાકૂટ પણ થઈ હતી. જેની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે મોસીન કાલિયો દારૂના કેસમાં DCB પોલીસના ચોપડે વોન્ટેડ છે રાત્રીના સમયે વતાવરણ તંગ થઈ ગયું હતું જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ થાળે પાડવા પ્રયત્નો કર્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news