મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં ઠેર ઠેર દારૂ જુગારના અડ્ડા ધમધમતા થઈ ગયા છે. ત્યારે ઓગણજ નજીક એક ગોડાઉનમાંથી સોલા હાઇકોર્ટ પોલીસે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે ઓગણજ એસ.પી રિંગરોડ પાસે આવેલ કપીધ્વજ એસ્ટેટમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે જેના આધારે તપાસ કરતા 3548 વિદેશી દારૂની બોટલ અને 1584 બિયર ના ટીન મળી 21.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હવે સિનિયર પોલીસ અધિકારીઓએ પોતાની ટીમને તૈયાર કરી દીધી છે. આટલો બધો દારૂ ક્યાંથી આવ્યો અને તે કોને મોકલવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે.



પોલીસે કરી રેડ સોલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે PSI પરમારને બાતમી મળી હતી કે, સરદાર પટેલ રિંગ રોડ નજીક ઓગણજ ગામની સીમમાં આવેલા કપિધ્વજ એસ્ટેટના 20 નંબરના સેડમાં કોઈએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવ્યો છે. અહીં દારૂની 3,548 બોટલ તેમ જ બિયરના 1,584 ટીન મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે 21,00,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.



મહત્વનું છે કે બુટલેગરે પોલીસથી બચવા ગોડાઉનમાં જ ચોર ખાનું તૈયાર કરાવ્યું હતું. જે ખસેડયા બાદ ગુપ્ત ખાનામાં દારૂની પેટીઓ સંતાડી રાખેલી પોલીસે કબ્જે કરી. એટલું જ નહીં ગોડાઉન માલિકે ધાબડા,ચાદર વેપાર કરવા ગોડાઉન ભાડે આપ્યું હતું પણ જેની આડમાં દારૂનો જથ્થો રાખ્યો હતો.હાલ તો પોલીસે ગોડાઉનમાંથી વિપુલ ગોસ્વામી નામના આરોપી પકડાયો છે.



પોલીસે તપાસ શરૂ કરી છે કે દારૂ જથ્થો ક્યાં થી આવ્યો હતો અને કોને આપવાનો હતો જેને લઈ તપાસ શરૂ કરી છે. સાથે જ ગોડાઉનમાંથી વિપુલ ગોસ્વામી નામનો યુવક ઝડપાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં દારૂના વેપલામાં તેની સાથે વિપુલ નાઈ નામનો યુવક સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. તો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


જુઓ આ પણ વીડિયો:-