અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાં લગાવવામાં આવેલો કરફ્યુ આજે સવારે હટાવી લેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા કરફ્યુ નહિ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે, કર્ફ્યુવાળા વિસ્તારોમાં lockdownનો અમલ ચાલુ રહેશે તેવી સૂચના અપાઈ છે. રાજ્ય પોલીસ દ્વારા lockdown નો અમલ કર્ફ્યુવાળા વિસ્તારોમાં વિશેષ અને કડક રીતે અમલ કરાવવામાં આવશે. 


અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં હવે ડોકટર્સ કોરોના દર્દીઓનું ઓનલાઈન મોનિટરીંગ કરી શકશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં આજથી અપાઈ મુક્તિ અપાઈ છે. પરંતુ 3 મે સુધી લોકડાઉન યથાવત રહેશે. સૌ કોઈને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા આદેશ કરાયા છે. કરફ્યુ મુક્ત થતા પોલીસના જવાનોની પણ સંખ્યા ગત દિવસો કરતા ઓછી જોવા મળી. સ્થાનિકો પણ માર્ગો પર અવરજવર કરતા નજરે પડ્યા હતા. 


વડોદરા : 3 આર્મી જવાનોને ATMમાંથી રૂપિયા કાઢવા ભારે પડ્યા, આવી ગયા કોરોનાના ઝપેટમાં...


સુરતમાં ચાર પોલીસ મથક અને એક ચોકી વિસ્તારમાં આજથી કરફ્યુ મુક્તિ થઈ છે. સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા સહિત લિંબાયત કમરુંનગર પોલીસ ચોકી વિસ્તારોને આજથી કરફ્યુમાંથી મુક્તિ મળી છે. સવારના 8.30 વાગ્યા બાદ કરફ્યુ પૂર્ણ થયો હતો. જોકે શહેરના અન્ય વિસ્તારોની જેમ લોકડાઉનનો ચુસ્ત અમલ રાબેતા મુજબનો રહેશે. સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા અને બિનજરૂરી ઘરોની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. 21 થી 24 એપ્રિલ સુધી ચાર પોલીસ મથક અને એક ચોકી વિસ્તારમાં કરફ્યુ વધારવામાં આવ્યું હતું.


આમ, કરફ્યુ મુક્ત થયેલા આ ત્રણેય શહેરો રાજ્યના અન્ય શહેરોની માફક યથાવત છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2624 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 112એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 179 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર