ઉદય રંજન, અમદાવાદ: કૃષ્ણનગર (Krishnanagar) માં પોલીસ (Police) કર્મચારીની સામે આવેલી દાદાગીરી મામલે પોલીસે આ પોલીસકર્મીની જ ધરપકડ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ (CID Crime) ના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલની પોલીસે (Police) ધરપકડ કરી છે. આરોપી ઘટના બાદ ફરિયાદ થતા ઉદયપુર જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીસીટીવી ફુટેજના દ્રશ્યોમાં પોલીસ કર્મચારી અને તેના મિત્રોની દાદાગીરી કેદ થઈ છે. એક સિનિયર સીટીઝન એક્ટિવા પર ઘરે પરત ફર્યા ત્યારે તેમને અટકાવીને હુમલો (Attack) કર્યો હતો. ઘટનાની વાત કરીએ કે કૃષ્ણનગર મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહએ અગાઉ પોલીસ કર્મચારી ભાવેશ રાવલ અને તેના મિત્ર ભાર્ગવ પટેલએ સોસાયટીની ઓફીસમાં પ્રવેશ કરીને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી.


જેની અદાવત રાખી ની ભાવેશ રાવલ, ભાર્ગવ પટેલ અને તેના મિત્રો તેમજ પરિવાજનોએ લાકડા અને પાઇપોથી કનકભાઈ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ (Hospital) માં ખસેડવામાં આવ્યા હતા . આ ઘટનાથી સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી જોકે હવે પોલીસે ફરિયાદ નોંધી આ સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીની ધરપકડ કરી છે.

Viral Video: યુવકને રોમિયોગીરી પડી ગઈ ભારે, યુવતીઓએ ચંપલ વડે કરી ધોલાઇ


દ્રશ્યોમાં દેખાતો આ સસ્પેન્ડેડ પોલીસકર્મી (Police) ભાવેશ રાવલ અગાઉ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો. જોકે આ ઘટના બનતા ફરિયાદ નોંધાઈ અમે ઉદયપુર ભાગી ગયો હતો. બાદમાં ગાંધીનગરમાં CID ક્રાઇમમાંથી તેને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા 10 વર્ષથી આ સોસાયટીમાં રહે છે. ભાવેશ રાવલ અને તેનો મિત્ર ભાર્ગવ પટેલ ની સોસાયટીમાં દાદાગીરી હોવાનો આરોપ રહીસે લગાવ્યો હતો.

Live Gang War: સુરતનો આ વિસ્તાર માથાભારે તત્વો માટે બન્યો એપી સેન્ટર, વધુ એક ગેંગવોર સર્જાતા વાતાવરણ બન્યું તંગ


માર્ચ માસમાં સોસાયટી (Society) ના ચેરમેનનું ઇલેક્શન હતું ત્યારે ભાર્ગવ પટેલ ઇલેક્શનમાં ઉભા હતા. પરંતુ ઇલેક્શન હારી જતા તેઓએ સોસાયટીના કમિટી મેમ્બર સાથે તકરાર અને દાદાગીરી શરૂ કરી હતી. સોસાયટી માં પ્રવેશ ગેટ લગાવતા મેં મહિનામાં ભાવેશ રાવલે કમિટી મેમ્બર કનકભાઈ શાહ સાથે ઝઘડો કરીને ધમકી આપી હતી, જેની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદની અદાવત રાખીને કનકભાઈ પર ફરી હુમલો કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


સોસાયટી (Society) માં પોલીસ (Police) કર્મચારીની દાદાગીરીથી રહીશો પરેશાન હતા જોકે હવે કૃષ્ણનગર પોલીસે આ પોલીસકર્મી ને કાયદાના પાઠ ભણાવતા આગામી સમયમાં તે શાંત રહે છે કે ફરી બદલો લેશે તે સવાલ છે. કેમકે અગાઉ અનેક વાર તે આવી બબાલ કરી ચુક્યો હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube