અમદાવાદ: SVP હોસ્પિટલના નારાજ નર્સિંગ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, `કોરોના યોદ્ધાઓ`ના પગારમાં ધરખમ કાપ
કપરા કોરોનાકાળમાં SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. પગાર કાપી લેવાતા નર્સિંગના 200 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં ભેગા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા જાણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ છે.
અતુલ તિવારી, અમદાવાદ: કપરા કોરોનાકાળમાં SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. પગાર કાપી લેવાતા નર્સિંગના 200 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં ભેગા થયા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યાં. કોરોનાના કપરાકાળમાં નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા જાણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ. ધરણાના પગલે નર્સિંગ કર્મચારીઓ અને તંત્ર વચ્ચે વાટાઘાટો શરૂ થઈ. કર્મચારીઓએ લેખિતમાં બાંહેધરી આપવાની માગણી કરી.જો કે ત્યારબાદ હોસ્પિટલ તંત્રએ લેખિતમાં જાણ કરી કે તેમનો પગાર નહીં કપાય.
વધુ વિગતો માટે જુઓ VIDEO
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube