અર્પણ કાયદાવાલા/અમદાવાદ : પાંચ દિવસ સુધી ચાલેલા સ્વચ્છતા કર્મચારીઓનું આંદોલન આખરે સમેટાયું છે. જો કે કાલે કમિશ્નરની ગાડીને ઘેરીને હુર્રિયો બોલાવ્યા બાદ અને આજે છટ્ઠા દિવસે તોડફોડ કર્યા બાદ આખરે સમગ્ર આંદોલન સમેટાયું છે. હડતાળ સમેટાયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આજે રાતથી જ શહેરમાં સફાઇ કામગીરી ચાલુ થશે. સફાઇ કર્મચારીઓની 5 પૈકી 4 માંગણીઓ ચુંટણી બાદ ઉકેલવાની ખાતરી અપાઇ છે. મ્યુનિસિપલ નોકરી મંડળ દ્વારા હડતાળ પુર્ણ થયાની જાહેરાત કરાઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સફાઇ કર્મચારીઓ દ્વારા હડતાળ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. સમાધાનના સમાચાર બાદ એક જુથ દ્વારા આંદોલન પુર્ણ નહી થયાની જાહેરાત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા હડતાળ સમાપ્તિની જાહેરાત કરી દેવામાં આવી હતી. જ્યારે ગુજરાત સફાઇ કામદાર સંઘ દ્વારા હડતાળ યથાવત્ત રાખવાની જાહેરાત કરી હતી. જેથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં હડતાળ યથાવત્ત રહેશે તેમ પણ જણાવાયું હતું. 


પૃથ્વી પરનાં દેવ લોહીલુહાણ: પુત્રએ માતાને છાતીથી લઇને પેટ સુધી એટલા કાચના ટુકડા માર્યા કે...

જો કે કર્મચારીની આત્મહત્યાના પ્રયાસ મુદ્દે આગેવાનોની ભુમિકા ખુબ જ શંકાસ્પદ રહી હતી. કમિશ્નરે ખાતરી આપેલા 4 મુદ્દાઓમાં પોલીસ ફરિયાદનો કોઇ ઉલ્લેખનથી. આત્મહત્યાના પ્રયાસ મુદ્દે આંદોલન કરીને લાભ ખાટવા માટે સમગ્ર ષડયંત્ર રચાયું હોવાનું હાલ અધિકારી વર્તુળમાં ચર્ચાઇ રહી છે. જો કે હાલના તબક્કે તો આંદોલન સમેટાતા રાતથી સફાઇ કામગીરી ચાલુ કરી દેવામાં આવશે. 


રાજકોટમાં રોજગાર: AIIMS માં સરકારી નોકરીઓનો વરસાદ, તમામ વિગતો મેળવો માત્ર એક ક્લિક પર


આજે અમદાવાદનાં શાહપુરમાં કોર્પોરેશન દ્વારા કચરાની ગાડી પર અજાણ્યા વ્યક્તિએ પાવડાથી હૂમલો કરીને કાચ તોડી નાખ્યા હતા. કર્મચારીઓ દ્વારા AMC કચેરીમાં ઘેરાવની જાહેરાત કરી હતી. દરમિયાન એએમસી દ્વારા આંદોલન કરી રહેલા કર્મચારીઓ સાથે વાતચીત માટે ત્રણ અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી હતી. સફાઇ કર્મચારીઓ આ કમિટી સામે હવે પોતાની માંગણી રજુ કરશે. કમિટી દ્વારા સમગ્ર મુદ્દે કમિશ્નરને અહેવાલ સોંપવામાં આવશે. ત્યાર બાદ નિર્ણય લેવાશે. જો કે કર્મચારીઓનાં કેટલાક પ્રતિનિધિઓ દ્વારા કમિશ્નર સાથે ઉગ્રતાથી વર્તન કરવામાં આવ્યું છે. શાંતિપુર્ણ બેઠકને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલાક પ્રતિનિધિઓએ તો પોલીસ સાથે પણ ઝડાઝપી કરી હતી. 3 કલાકે સમય નક્કી હોવા છતા પ્રતિનિધિઓ 5 વાગ્યે પહોંચ્યા હતા. 


બેફામ બન્યા ભાજપના નેતા, હવે મોરબીમાં બર્થડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાડ્યા

ડેપ્યુટી કમિશ્નર મુકેશ ગઢવી, દિલીપ રાણા અને આર્જવ શાહ કમિટી દ્વારા આંદોલનકર્તાઓની સાથે વાતચીત કરવામાં આવશે. તેમની રજુઆતો સાંભળીને એક અહેવાલ તૈયાર કરીને કમિશ્નર મુકેશ કુમારને રજુ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે. કમિશ્નર હાલ કોરોનાની કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે ડેપ્યુટી કમિશ્નર્સની કમિટીને સમગ્ર કામગીરી સોંપી છે. જો કે હાલ તો બાંહેધરી બાદ આ સમગ્ર આંદોલન સમેટી લેવાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube