બેફામ બન્યા ભાજપના નેતા, હવે મોરબીમાં બર્થડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાડ્યા
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી :નેતાઓ જો આ રીતે જ નિયમોના ધજાગરા ઉડાડશે, તો સમાજમાં દાખલો શું બેસાડશે. હવે લોકો બોલતા થઈ ગયા છે કે, જો નેતાઓને દંડાતા નથી તો પછી અમને કેમ દંડ કરાય છે. જો નેતાઓ પર લગામ રાખવામાં નહિ આવે તો કદાચ રોડ પર ઉભો રહેતો દરેક વ્યક્તિ બોલતો થઈ જશે કે નેતાઓને દંડાતા નથી તો અમને કેમ. સવારે વડોદરામાં બરોડી ડેરીની ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા બાદ વધુ એક બર્થ ડે પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા લોકટોળા વચ્ચે રાસ ગરબા કરી રહ્યા હતા.
મોરબીમાં બર્થડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા છે. ગાયક કલાકાર જિજ્ઞેશ કવિરાજ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને કલેક્ટરની હાજરીમાં નિયમો ભૂલાયા હતા. પોલીસ કર્મચારીની બર્થ-ડે પાર્ટીમાં જીજ્ઞેશ કવિરાજની હાજરીમાં રાસ ગરબા યોજાયા હતા. ત્યારે સમગ્ર કાર્યક્રમમાં મોઢા પર માસ્ક વગર ઘરબે ઘૂમતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
આ પણ વાંચો : પોતાના નેતાઓને બોલવામાં સરકારની જીભ કેમ ઉપડતી નથી? વડોદરામાં ભાજપના નેતા બન્યા બેફામ
બે દિવસ પહેલાં મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલમાં બર્થડે પાર્ટી યોજાઈ હતી. આ બર્થડે પાર્ટીમાં મોરબી માળીયાના ધારાસભ્ય અને અધિક કલેક્ટર પણ હાજર રહ્યા હતા. પોલીસ કર્મચારીની પાર્ટીમાં આવેલા અધિકારી અને પદાધિકારીઓ કોરોનામાં ભાન ભૂલ્યા હતા. ત્યારે વારંવાર ઝી 24 કલાક સવાલ પૂછે છે કે, શું કોરોનાના નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ છે. શું અધિકારીઓને નિયમો નથી નડતા. શું બર્થડે પાર્ટીમાં નિયમો ભૂલનારા સામે કાર્યવાહી થશે. એસપીની બર્થ-ડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ભૂલનારા સામે કાર્યવાહી કરશે?
આજે સવારે વડોદરામાં પણ બરોડા ડેરીની ચૂંટણીમાં જીતેલા ભાજપના નેતાઓએ રેલી કાઢીને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, અમને કોરોના નથી થયો. આ લગ્ન નથી, લગ્નથી ઉપર છે. લગ્નમાં નિયમનું પાલન જરૂરી, વિજય સરઘસમાં નહિ. વિજય સરઘસમાં લોકો જાતે આવ્યા છે. આ લગ્નથી કંઇક ઉપર છે. ત્યારે નેતાઓના આવા ઉડાઉ જવાબ કેટલા વાજબી ગણાય. શું મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને વડોદરાના દિનેશ પટેલ સામે સરકાર પગલા લેશે ખરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે