Surat Accident ચેતન પટેલ/સુરત : ગુજરાતમાં ન જાણ કેટકેટલાય તથ્ય પટેલ ફરી રહ્યાં છે. ગુજરાતમાં રોજ કોઈને કોઈ શહેરમાં કોઈ મોટા ઘરનો નબીરો ગાડીઓ ઠોકતા જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરતમાં થયેલ અકસ્માતે અમદાવાદની યાદ તાજી કરાવી છે. સુરતના કપોદ્રા વિસ્તારમાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસે એક સ્વીફ્ટ કાર ચાલકે 3-4 બાઈક ચાલકને અડફેટે લીધા હતા. જેમાં બાઈક ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના કપોદ્રા વિસ્તારમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ જેવો અકસ્માત સર્જાયો છે. બીઆરટીએસ રુટમાં બેફામ સ્વીફ્ટ કાર હંકારીને અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ સાજન પટેલ હોવાનું સામે આવ્યું છે. સાજન પટેલ સુરતના ઉતરાણનો રહેવાસી છે. તે મૂળ સુરતી છે અને કાર લે-વેચનો ધંધો કરે છે. ત્યારે સાજન પટેલે પણ દારૂ પીધો હતો, તેણે ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે. 


સત્તા પર આવતા જ શક્તિસિંહે સપાટો બોલાવ્યો, કામ નહિ કરો તો હોદ્દો છોડવાની તૈયારી રાખો



બેફામ રીતે કાર હંકારીને ઢગલાબંધ બાઈક ચાલકોને અડફેટે લેનારાને સ્થાનિક લોકોએ તથ્ય પટેલની જેમ જ ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. તેણે પાંચ બાઈકને અડફેટે લીધી હતી. તેમજ બીઆરટીએસ રુટ ખાનગી વાહનો માટે પ્રતિબંધિત હોવા છતા તેમાં રમરમાટ સ્વીફ્ટ ગાડી ચલાવી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક પર સવાર બે મિત્રો અડફેટે લેતા પીપી માણિયા હોસ્પિટલમાં ખસેડાયા છે. તો યસ કેવરિયા નામના યુવકને ગંભીર હાલતમાં ICU દાખલ કરાયો છે. કિશન હીરપરા નામના યુવકને હાથ ,પગના ભાગે ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો છે. અન્ય 4 લોકોને પણ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યાવહી હાથ ધરી છે. 


અંબાલાલની વધુ એક આગાહી : ચોમાસાના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો વારો


ચાર ઈજાગ્રસ્ત બાઈક ચાલકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જેમાં બે લોકોને મંગલદીપ હોસ્પિટલમાં ખસેડાયા. તો બે લોકોને પીપી મણિયા અને પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા કાપોદ્ધા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના દોડી આવી હતી અને કારચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


 


કેનેડા-અમેરિકા કરતા બેસ્ટ ઓપ્શન છે આ 5 દેશ, અહી સેટલ્ડ થયા તો લોટરી લાગી સમજો