અમદાવાદઃ હોસ્પિટલમાં પ્રસુતાનું મોત, પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યો બેદરકારીનો આક્ષેપ
અમદાવાદઃ મણિનગરમાં ડોક્ટરની બેદરકારીથી એક પ્રસુતાનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. મણિનગર વિસ્તારમાં આવેલી ખાનગી રમણલાલ હોસ્પિટલના ડોક્ટર ગિતેશ શાહ પર પરિવારે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. મૃતકના પતિએ ડોક્ટરની બેદરકારીના કારણે તેમની પત્નીનું મોત થયું હોવાનો આરોપ લગાવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીરની અંદર ઈજા હોવાનું બહાર આવતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે બપોરે ઓપીડી પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી બાદમાં ઓપીડી પોલીસ ચોકીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરી હતી. પરંતુ મણિનગર પોલીસે કલાકો વિતવા છતાં ફરિયાદ નોંધી નથી. મણિનગર પોલીસ સ્ટેશન અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વચ્ચે હદને લઈ ફરિયાદ નોંધવામા આવી નથી.