હિતલ પારેખ/અમદાવાદ : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાદી ખરીદી માટે પહોંચ્યા હતા. ગાંધીનગર સેકટર 16 મા ખાદી ખરીદવા પોહોંચ્યાં. બીજી ઓક્ટોબર ને લઈ ખરીદી કરવા પોહોંચ્યાં શિક્ષણ મંત્રી. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દર વર્ષે ગાંધી જયંતિ પર ખાદી ખરીદે છે.  ખાદીની ખરીદી કરવા આવેલા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માસ્કની ખરીદી કરી હતી. ખાદીના માસ્કની ખરીદી કરી કોરોના સમયમાં માસ્કની જરૂરીયાત પર ભાર મુક્યો હતો. ૧૫૧ મી ગાંધી જ્યંતી અને લાલબહાદુર શાસ્ત્રની જ્યંતી પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેકન્ડ હેન્ડ વાહન ખરીદનાર સાવધાન ! જો જો આ ગઠીયાઓ તમને ચોપડી શકે છે લાખોનો ચુનો


આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગાંધીજી કોઇ વ્યક્તિ નથી વિચાર છે. આ જ રીતે ખાદી પણ વસ્ત્ર નહી વિચાર છે. સ્વતંત્રતા અને સ્વચ્છતામા સ્વચ્છતા પહેલા પસંદ કરવાનુ ગાંધીજી કહેતા હતા. આજે સેનેટાઈઝ કરીએ ત્યારે સ્વચ્છતા યાદ આવે છે. ૨૦૧૪ મા પ્રધાનમંત્રીએ પણ સ્વચ્છતા પર ભાર મુક્યો હતો. ગાંધીજી કે મોદીજી કોઈને ખબર નહતી કે કોરોના આવવાનો છે. તેમ છતા પણ તેમણે સ્વચ્છતા પર ભાર મુક્યો હતો. આજે પણ કોરોનાને નાથવા માટે સ્વચ્છતા એક મહત્વનું પાસુ છે. 


હેકર્સની ધમકી! પરીક્ષા યોજાશે તો સેંકડો વિદ્યાર્થીનીઓની બિભત્સ તસ્વીરો થઇ જશે વાયરલ


જો કે શાળા અને શિક્ષણ અંગેના પ્રશ્ન પૂછવામાં આવતાની સાથે જ શિક્ષણ મંત્રી રવાના થયા હતા. તેમણે આ મુદ્દે મગનું નામ મરી પાડ્યું નહોતું. તેમણે કહ્યું કે, ભાજપનાં કાર્યકરો અને તમામ નાગરિકો ખાદીની ખરીદી કરે તે ખુબ જ જરૂરી છે. ખાદી એક વસ્ત્ર નહી વિચાર છે. ખાદીનું વેચાણ વધશે તો તેના કારણે સ્થાનિક સ્તરે રોજગારી પણ વધશે. જાહેર જીવનના વ્રતના રુપમા આજે ખરીદી કરવા માટે આવ્યા છીએ. આ એક દિવસ માટે નહી લોકોએ પોતાનાં જીવનમાં ખાદીને ઉતારવાની જરૂર છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube