અમદાવાદઃ ધોળકામાં ધોળા દિવસે 40 તોલા સોનાના ઘરેણાની ચોરી, પોલીસે શરૂ કરી તપાસ
અમદાવાદ જિલ્લાના ધોળકામાં ધોળા દિવસે 40 તોલા સોનાના ઘરેણા ભરેલી પેટીની ચોરી થઈ છે. આ ઘટના સામે આવતા ધોળકા પોલીસ દોડતી થઈ ગઈ છે.
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના ધોળકામાં ધોળા દિવસે 40 તોલા સોનાના ઘરેણા ભરેલી પેટીની ચોરી થઈ છે. આ ઘટના સામે આવતા ધોળકા પોલીસ દોડતી થઈ ગઈ છે. ફરિયાદી મનીષ કુમાર વાઘેલા ધોળકાની શ્રીફળ સોસાયટીમાં રહે છે. તેઓ પોતાની કારમાં આગળના ભાગે 40 તોલા સોનાના ઘરેણા ભરેલી પેટી થેલીમાં મુકી ધોળકાના શિયાવાડા ગામમાં જઈ રહ્યા હતા. આ ઘરેણા તેમણે થોડા સમય પહેલા બેન્કના લોકરમાંથી કાઢ્યા હતા.
બેન્કના લોકરમાંથી ઘરેણા કાઢી મનીષ વાઘેલા પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ કારમાં ડીઝલ ભરાવવા ગયા હતા. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે કારમાં પંચર છે ત્યારબાદ તેમણે કાર સાઇડ પર પાર્ક કરી અને સ્પેર વ્હીલ બદલી રહ્યાં હતા. ત્યારે લાલ કલરના એક્ટિવા પર આવેલા ત્રણ જેટલા શખ્સો ત્યાં આવ્યા અને ગાડીમાંથી ઘરેણા લઈ ફરાર થઈ ગયા હતા.
રાજકોટમાં PPF કીટ પહેરીને ગરબે રમ્યા ડોક્ટર, વીડિયો થયો વાયરલ
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ તો ફરિયાદીની ફરિયાદના આધારે ધોળકા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube