ઉદય રંજન/અમદાવાદ: જિલ્લાના ચાંગોદર જીઆઈડીસી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓની ઘટના સામે આવી હતી. અલગ અલગ કંપનીઓમાં નજીવી રકમની ચોરીઓ તેમજ ધારિયા તલવાર જેવા હથિયારો સાથે રાખી ગાર્ડ કે કર્મચારીઓને બંધક બનાવી ચોરીઓની પણ ફરિયાદો આવતી હતી. જેને લઇને પોલીસે અલગ અલગ સીસીટીવી અને અન્ય મુદ્દાઓને આધારે તપાસ હાથ ધરી અને ચોર ગેંગને પકડી પાડી છે. પોલીસની પૂછપરછમાં આ ગેંગના સભ્યોએ અનેક ચોકાવનારી વિગતો સામે આવી છે. તો કોણ છે આ ચોર ગેંગના સભ્યો અને કઈ રીતે આપતા હતા ચોરીને અંજામ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે નીતિન 'કાકા' અને મનસુખ માંડવિયાને સોંપી મોટી જવાબદારી


અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને તેમાં પણ ખાસ કરીને ચાંગોદર જીઆઇડીસી અને આસપાસના વિસ્તારોમાં આવેલી કંપનીઓ તેમજ કારખાનાઓમાં ચોરીની ઘટનાઓ વધી રહી હતી. પોલીસને અલગ અલગ ફરિયાદો મળતા ચોર ગેંગને પકડવા અલગ અલગ ટીમો કાર્યરત કરી હતી અને આખરે અમદાવાદ જિલ્લા એલસીબીની ટીમ દ્વારા આ ચોર ગેંગની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ચોર ગેંગના ચાર સભ્યોની પોલીસે ધરપકડ કરી અને પૂછપરછ કરતા અનેક ચોરીઓના ભેદ ઉકેલાયા છે તેમજ આ ગેંગ દ્વારા અનેક ગંભીર પ્રકારના ગુનાઓ તેમજ ચોરી ની અલગ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી પણ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 


ફરી ગુજરાતમાં નવી મુસીબત! કોંગો તાવના કારણે દર્દીનું મોત, 13 પરિવારના સેમ્પલ લેવાયા


કઇ રીતે આપતા હતા ચોરીને અંજામ
પકડાયેલા ચારેય આરોપીઓ એક સાથે રાતના સમયે ચોરીને અંજામ આપતા હતા. આ ચારેય આરોપીઓ જીઆઈડીસી વિસ્તારમાં મજૂરીકામ કરતા હતા અને રાત્રીના સમયે ચોરી કરતા હતા. આ ચારેય આરોપીઓ જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા હોવાથી કારખાના અને કંપનીઓ ઉપર રેકી કરી ત્યારબાદ જે તે જગ્યાએ ચોરી કરવાનું નક્કી કરતા હતા. આ ગેંગ ચોરીને અંજામ આપતા સમયે ધારિયા, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે રાખતા હતા અને જો કોઈ સિક્યુરિટી ગાર્ડ કે અન્ય વ્યક્તિ પ્રતિકાર કરે તો તેમને ઇજા પહોંચાડતા હતા તેમજ તેને બંધક બનાવી ચોરીને અંજામ આપતા હતા. આ ગેંગ કારખાના અથવા કંપનીના ચોકીદાર કે સિક્યુરિટી ને બંધક બનાવી હથિયારો બતાવી ડરાવતા હતા અને તેમની જ પાસે તિજોરી અથવા તો અન્ય જગ્યા કે જ્યાં પૈસા કે અન્ય વસ્તુઓ પડેલી હોય તેની ચાવી અથવા તો તે જગ્યા બતાવવા ધમકીઓ આપતા હતા અને ચોરીને અંજામ આપતા હતા. 


આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 3 વરસાદી સિસ્ટમ સક્રિય


કોણ છે આ ચોર ગેંગના સભ્યો અને શું છે તેનો ગુનાહીત ઇતિહાસ
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચોરી કરતી આ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. જેમાં અન્નું મોતિયા, રાકેશ ભરતા, પ્રિતેશ નીનામા અને રાકેશ બારિયાનો સમાવેશ થાય છે. આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે આ ગેંગની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ચાંગોદર જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં 12 જેટલી ચોરી, ધાડ અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. 


આંખ ખુલતાં જ આ પક્ષીઓના દર્શનથી ખૂલી જાય છે કિસ્મતના દ્વાર, દિવસે ને દિવસે વધશે ધન


જેમાં કંપની કે કારખાનામાં શટર તોડી ઓફિસમાંથી પૈસા ચોરી કરવા કે તિજોરી ઉઠાવી જવાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ખાસ ચાંગોદર જીઆઈડીસી ઉપરાંત કરજણ સ્વામિનારાયણ મંદિરમાં દાન પેટી ની ચોરી, સુરત, નડિયાદ, અસલાલી વિસ્તારમાં પણ ચોરી ઓ કરી હતી તેમજ સનાથલ ની નારાયણ બિઝનેસ સ્કૂલમાંથી પણ તિજોરી ની ચોરી કરી હતી જેના ભેદ ઉકેલાયા છે. 


આ જ્યુસ પીશો તો લોકો કહેશે યે ચાંદ સા રોશન ચહેરા...જીમવાળા જરૂરથી પીવે


હાલ તો ગ્રામ્ય પોલીસે ચોર ગેંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ગેંગ પાસેથી ઘાતક હથિયારો પણ કબજે કર્યા છે. પોલીસે હવે તપાસ કરી રહી છે કે આ ગેંગ દ્વારા વધુ કોઈ ચોરી, લૂટ કે ઘાસ જેવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ?


મોરબીમાં ખનીજ ચોરી સામે ગુજરાતના MLA એક્શનમાં, નંબર વિનાના ડમ્પરને લઈને કર્યો ખુલાસો