ફરી ગુજરાતમાં નવી મુસીબત! કોંગો તાવના કારણે દર્દીનું મોત, 13 પરિવારજનોના સેમ્પલ લેવાયા

કચ્છ જિલ્લા પંચાયતના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. જિતેશ ખોરસિયાએ જણાવ્યું હતું કે,18મી જુને અંજાર તાલુકાના લાખાપર ગામના 51 વર્ષીય અરજણ ભાઈ ચાડને ચાંદરાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે શંકાસ્પદ કોંગોનો કેસ શોધ્યો હતો.

ફરી ગુજરાતમાં નવી મુસીબત! કોંગો તાવના કારણે દર્દીનું મોત, 13 પરિવારજનોના સેમ્પલ લેવાયા

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કચ્છમાં દર્દીનું કોંગોથી મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અંજારના લાખાપર ગામના 51 વર્ષીય પ્રૌઢનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. મોત બાદ 13 જેટલા પરિવારજનોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. સેમ્પલ લઇ ગેઇમ્સની લેબોરેટરીમાં મોકલવાયા હતા, જે નેગેટિવ આવ્યા છે. આ અંગે અમદાવાદથી મેડિસીન વિભાગના પ્રોફેસરે ભુજમાં બેઠક યોજી હતી તમને જણાવી દઈએ કે પશુઓમાં રહેલી ઈતરડીથી કોંગો ફેલાય છે.  

કચ્છ જિલ્લા પંચાયતના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. જિતેશ ખોરસિયાએ જણાવ્યું હતું કે,18મી જુને અંજાર તાલુકાના લાખાપર ગામના 51 વર્ષીય અરજણ ભાઈ ચાડને ચાંદરાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે શંકાસ્પદ કોંગોનો કેસ શોધ્યો હતો. કચ્છમાં કોંગો તાવ એટલે કે ક્રેમિયન કોન્ગો હેમરેજિક ફીવરનો કેસ નીકળતાં આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ દોડતું થયું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડ્યા બાદ આ દર્દીને અંજારની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર આપવામાં આવી હતી.

અંજારની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ દર્દીને 26મી જૂનના અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઇ જવાયા હતા, જ્યાં લો બ્લડ પ્રેશરના કારણે તેમનું મોત થયું હતું. મૃત્યુ બાદ અરજણ ચાડના નજીકના 13 જેટલા સગા-સંબંધીના સિરમ સેમ્પલ લઇ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ગેઇમ્સની લેબોરેટરીમાં મોકલવાયા હતા જે નેગેટિવ આવ્યા હતા. 

કોંગો તાવના લક્ષણો અંગે વાત કરતા ડૉ.જીતેશ ખોરસિયાએ જણાવ્યું હતું કે, આ રોગ પશુઓમાં જોવા મળતી ઇતરડીના કારણે થયા છે અને રોગમાં સખત તાવ આવે છે અને સંડાસમાં ખુબ જ લોહી પડે છે. ઉપરાંત શરીરની આખી ચામડી ખોટી પડી જાય છે. જો કોઈ પણ પશુપાલકોને આવા લક્ષણો જણાય તો તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર લેવી તેમજ કચ્છ જિલ્લા પંચાયત કે આરોગ્ય કેન્દ્રનું સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news