અમદાવામાં પોલીસ ચોકી પાસેથી પોલીસનું જ એક્ટિવા થયું ચોરી , CCTV આવ્યા સામે
હવે અમદાવાદમાં લોકોની સુરક્ષા કરતા પોલીસના વાહનો જ સુરક્ષિત નથી. એક શાતિર ચોર અમદાવાદમાં ખમાસા પોલીસ ચોકી બહારથી પોલીસનું વાહન ચોરી કરીને રફુચક્કર થઈ ગયો હતો.
અમદાવાદ: હવે અમદાવાદમાં લોકોની સુરક્ષા કરતા પોલીસના વાહનો જ સુરક્ષિત નથી. એક શાતિર ચોર અમદાવાદમાં ખમાસા પોલીસ ચોકી બહારથી પોલીસનું વાહન ચોરી કરીને રફુચક્કર થઈ ગયો હતો. ચોરી કરતા ચોર CCTVમાં કેદ શાતિર ચોર આરામથી પોલીસ ચોકની બહાર પડેલા એક્ટિવા પાસે આવે છે. જે બાદ તે એક્ટિવા પર બેસીને વાહનનો હેન્ડલ લોક તોડીને વાહન લઈને ફરાર થઈ જાય છે. જ્યારે આ ચોર વાહનની ચોરી કરી રહ્યો હતો ત્યારે પોલીસ ચોકી પણ ખુલ્લી જ હતી. તે પરથી કહી શકાય કે જાણે આ ચોર પોલીસને ખુલ્લી ચેતવણી આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર ઘટના પરથી એટલું જ કહી શકાય કે જો પોલીસના જ વાહન સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાના વાહનની સુરક્ષાની જવાબદારી કોની છે.