અમદાવાદીઓનું કશુ બગાડી નહિ શકે કોરોના, 81% લોકોમાં આવી ગઈ હર્ડ ઈમ્યુનિટી
ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અમદાવાદીઓ (Ahmedabad) માટે સારા સંકેત મળ્યા છે. શહેરીજનો માટે આ ખુશીના સમાચાર છે કે, અમદાવાદીઓમાં બીજી લહેર બાદ એન્ટીબોડીની ટકાવારી વધી છે. 81 % અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી (herd immunity) જોવા મળી છે. AMCના હેલ્થ વિભાગે જુન મહિનામાં કરેલ સીરો રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અમદાવાદીઓ (Ahmedabad) માટે સારા સંકેત મળ્યા છે. શહેરીજનો માટે આ ખુશીના સમાચાર છે કે, અમદાવાદીઓમાં બીજી લહેર બાદ એન્ટીબોડીની ટકાવારી વધી છે. 81 % અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી (herd immunity) જોવા મળી છે. AMCના હેલ્થ વિભાગે જુન મહિનામાં કરેલ સીરો રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
આ પણ વાંચો : જામનગરના ખેડૂતે એવી ખેતી પર નસીબ અજમાવ્યું, જે ખર્ચા વગર આપે છે સીધો 3.25 લાખનો નફો
એએમસી દ્વારા કરાયો સીરો સરવે
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર દિલીપ માવળકંરે સીરો રિપોર્ટને સ્ટડી કરતા હર્ષની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રિપોર્ટના પગલે ત્રીજી લહેર (third wave) થી સંભવિત ખતરામાં અમદાવાદીઓને રાહત મળી શકે છે. વાયરસનો સ્ટ્રેન બદલાતા કોરોનાનો ખતરો (corona update) યથાવત રહેશે. એએમસી દ્વારા સમયાંતરે સીરો સરવે કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં ચેપ ફેલાવવાના વ્યાપને જાણી શકાય. આ ડેટા બહુ જ ઉપયોગી બની રહે છે. જેમાં જાણવા મળ્યુ કે, 81 % અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી જોવા મળી છે.
આ પણ વાંચો : સ્વીટી પટેલ મર્ડર કેસ : PI દેસાઈની બીજી પત્નીએ બતાવી માનવતા, નોંધારા બનેલા પુત્રને સાચવશે
આજે અમદાવાદમાં વેક્સિનેશન ચાલુ
રવિવારે અમદાવાદમાં વેક્સિનેશન (vaccination) ચાલું રહેશે. જેમાં કોરોનાના પ્રથમ ડોઝ લઈ ચૂક્યા હોય અને આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ કોવિશીલ્ડના પ્રથમ ડોઝને 84 દિવસ અને કોવેક્સિનના પ્રથમ ડોઝને 28 દિવસ થઈ ગયા હોય તેવા લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.