Railway Update સપના શર્મા/અમદાવાદ : આજે 28 જાન્યુઆરીના રોજ વડોદરા મંડળના બાજવા સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લોકને લીધે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર પડશે. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના બાજવા સ્ટેશનની લાઈન નં. 1,2 અને 3 ને કરચિયા યાર્ડથી સીધી કેનેક્ટિવિટી આપવા માટે તારીખ 28 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. તેથી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 જાન્યુઆરી 2024 ના રોજ પૂર્ણરૂપે રદ્દ થનારી ટ્રેનો 


1. વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
2. અમદાવાદ-આણંદ મેમૂ સ્પેશિયલ 
3. વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ 
4. અમદાવાદ-વડોદરા પેસેનજર સ્પેશિયલ
5. અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
6. વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ 
7. અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ 
8. વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ 
9. ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ
10. અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ 
11. વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ 
12. આંણદ-અમદાવાદ મેમૂ સ્પેશિયલ


ગુજરાતમાં રોજ અનેક લોકો છે જેઓ ટ્રેન દ્વારા અપડાઉન કરતા રહે છે. ત્યારે અપડાઉન કરનારા લોકોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયું કે, મેગા બ્લોકને કારણે આજે ટ્રેનો રદ રહેશે. 


રેલવેએ 28 જાન્યુઆરીએ વડોદરા ડિવિઝનમાં બાજવા સ્ટેશન પર ચાલતી એન્જિનિયરિંગ કામગીરીને પગલે બ્લોક લીધો છે. જેના લીધે અમદાવાદથી જતી-આવતી 14 લોકલ ટ્રેનોનું સંચાલન રદ કરવામાં આવ્યું છે. જ્યારે લાંબા અંતરની 4 ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. જ્યારે લાંબા અંતરની અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી પડી શકે છે.


આજે ભૂલથી પણ ગાંધીનગરના આ રસ્તાઓ પર ન નીકળતા, ફિલ્મફેર એવોર્ડસને કારણે રહેશે બંધ


ગુજરાતમાંથી ઠંડી થઈ ગાયબ, પણ નવી આફત આવી : અંબાલાલની આગાહીથી ચેતી જજો