Ahmedabad News : અમદાવાદમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધતી જઈ રહી છે. સાથે જ ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનતી જઈ રહી છે. આ સમસ્યાને હળવી કરવા માટે કેટલાક વિસ્તારોમાં ફ્લાય બનાવાયા છે, તો કેટલાક વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ બ્રિજ. પરંતું અમદાવાદના ટ્રાફિકથી ખબદબદતા 6 વિસ્તારોને ફ્લાયઓવર નસીબ નહિ થાય. અમદાવાદમાંથી પસાર થતી મેટ્રોને કારણે આ જંક્શનને ફ્લાય ઓવર નહિ મળે, અને આ વિસ્તારોની ટ્રાફિકની સમસ્યા હળવી નહિ થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા 6 પોઈન્ટ પર નહિ બને ફ્લાય ઓવર 


  • દિલ્હી દરવાજા; હેરિટેજ મોન્યુમેન્ટની 100 મીટરની ત્રિજ્યામાં આવતો હોવાથી કામ નહીં થઈ શકે.

  • સાલ હોસ્પિટલ; બ્રિજ બનાવવાનો પણ મેટ્રો નીકળતાં આ દરખાસ્ત રદ કરવામાં આવી.

  • જીવરાજ ચોક; સૂચિત બ્રિજની લાઈનમાં મેટ્રોના પિલર આવતા હોવાથી દરખાસ્ત રદ કરાઈ.

  • વિજય ચાર રસ્તા; સૂચિત બ્રિજની લાઈનમાં મેટ્રો પસાર થતી હોવાથી દરખાસ્ત નામંજૂર કરાઈ.

  • હિમાલય મોલ ઇન્ટર સેક્શન; સૂચિત બ્રિજની લાઈનમાં મેટ્રો રેલની એલાઇમેન્ટ હોવાથી દરખાસ્ત રદ કરાઈ.

  • દૂરદર્શન ચારરસ્તા પર ટ્રાફિકની સમસ્યાને જોતાં બ્રિજ બનાવવાનું આયોજન હતું. જો કે, મેટ્રોને કારણે હવે ત્યાં બ્રિજ બની શકશે નહીં.


અવકાશમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સના પાછા ફરવા અંગે આવ્યા ચિંતાના સમાચા


હાલ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે. આવામાં હવે નવા બ્રિજ બનાવવાની તાતી જરૂર પડી છે. આ માટે મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ડ્રોનથી સરવે કરવામાં આવી રહ્યો છે. 24 મીટરથી કે તેનાથી વધુ પહોળા રોડનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આગામી 10 વર્ષને ધ્યાનમાં રાખીને અંડરપાસ અને ફ્લાયઓવરની જરૂર જણાય ત્યાં બનાવવાનુ આયોજન છે. આવામાં 


પરંતું અમદાવાદના પાંચ જંક્શનો પર ટ્રાફિક હોવા છતાં ત્યાંની સમસ્યાઓ હળવી થઈ શક્તી નથી. કારણ કે, અહી મેટ્રોનું વિધ્ન આડે આવી રહ્યું છે. આ 5 જંક્શન પર મેટ્રોના પિલરને કારણે બ્રિજ નહિ બને. આ તમામ જંક્શનો પર રોજના 70 હજારથી 1 લાખ વાહનો પસાર થાય છે, છતાં આ વિસ્તારનો લોકોને ટ્રાફિકમાંથી કોઈ રાહત નહિ મળે. 


ઉલ્લેખનીય છે કે, હાલ ચાલી રહેલા ટ્રાફિક સરવેમાં ક્યા જંક્શન પર કઈ બાજુથી કેટલા વાહનો પસાર થાય છે? ભવિષ્યમાં ટ્રાફિક કેટલો વધશે, ટ્રાફિક જંક્શન સુધારવા માટે શું કરી શકાય તેની માહિતી એજન્સીને આપવાની રહેશે.


ભાભી-2 ની સાથે રૂમમાં હતો પતિ, એક મેસેજની ભૂલ ભારે પડી અને પત્ની પહોંચી ગઈ