Ahmedabad Traffic Divert Due to World Cup Match અર્પણ કાયદાવાલા/અમદાવાદ : આજથી ક્રિકેટના વર્લ્ડ કપની શાનદાર શરૂઆત. અમદાવાદમાં આવેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે વિશ્વ કપનો શુભારંભ. ક્રિકેટ મેચને કારણે ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી વન-ડે વર્લ્ડ કપ માટે લોકોને સમસ્યા ના થાય તેના માટે ટ્રાફિક પોલીસનું વિશેષ આયોજન... સવારે 11થી રાત્રિના 12 વાગ્યા સુધી વાહન વ્યવહાર બંધ રહેશે... ટ્રાફિકની સમસ્યા ના થાય તેના માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી ક્રિકેટ મહાકુંભનો પ્રારંભ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડકપની પ્રથમ મેચ રમાશે. પ્રથમ મેચ પૂર્વે એક દિવસ અગાઉ ગઈકાલે તમામ ૧૦ ટીમના કેપ્ટન નમો સ્ટેડિયમ પહોંચી ગયા હતા. વનડે વર્લ્ડ કપ ટ્રોફી સાથે કેપ્ટન પોઝ અને શુટિંગ કરાવ્યું હતું. આ બાદ બપોરે ૨:૩૦ કલાકે કેપ્ટન પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આજે સચિન તેંડુલકરની ઉપસ્થિતિમાં વર્લ્ડકપની શરૂઆત થશે. ત્યારે અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ મોટેરા સાબરમતી ખાતે ICC CRICKET WORLD CUP 2023 ની કુલ 5 મેચો રમાનાર હોય ટ્રાફિક ડાયવર્ટ કારયો છે. નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે તેવુ તંત્ર દ્વારા જણાવાયું છે. 


આજથી શહેરમાં ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ થશે. આ માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. મેચમાં પાર્કિંગ અને રૂટ ડાયવર્ઝન મામલે ટ્રાફિક વિભાગ એલર્ટ બન્યું છે. ઓક્ટોબર- નવેમ્બરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી કુલ 5 નિર્ધારિત મેચ સમયે આ વ્યવસ્થા અમલમાં રહેશે. જનપથ ટી થી સ્ટેડિયમ મેઈન ગેટ સુધીનો રસ્તો વાહનો માટે સવારે 11 થી રાતના 12 વાગ્યા સુધી બંધ રહેશે. બંધ રસ્તાના સ્થાને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.


ટ્રાફિક વિભાગ દ્વારા જણાવ્યું ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) ની સત્તા અન્વયે આગામી તા.૫/૧૦/૨૦૦૩, તા.૧૪/૧૦/૨૦૨૩, તા.૪/૧૧/૨૦૨૩,તા.૧૦/૧૧/૨૦૨૩ તથા તા.૧૯/૧૧/૨૦૧૩ ના રોજ ICC CRICKET WORLD CUP 2023 ની કુલ ૫- મેચો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી,અમદાવાદ શહેર ખાતે આાનાર છે. આ મેચ જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો, ખેલાડીઓ અને સેલીબ્રીટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાત સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે નીચે મુજબનો રુટ જાહેર કરાયો છે. 


વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત ડાયવર્ઝન વાળો માર્ગ:
જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ.


વૈકલ્પિક માર્ગની વિગત:
૧. તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
૨. કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.


અમદાવાદ શહેરમાં ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ” મોટેરા, સાબરમતી ખાતે ICC CRICKET WORLD CUP – 2023 ની કૂલ પ-મેચો રમાનાર હોય જે મેચો દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.


આ વિશે અમદાવાદ શહેરના વેસ્ટ વિભાગના ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું કે, મેચમાં ગાડીઓના પાર્કિંગ માટે 15 પાર્કિંગ પ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 4 પ્લોટ ટુ વ્હીલર અને 11 પ્લોટ ફોર વ્હીલર માટે ઉપલબ્ધ છે. ખાનગી વાહનો ઉપરાંત amts, brts અને મેટ્રો ટ્રેનની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. તમામ સેવાઓની નિયત ફ્રીક્વન્સી કરતા વધુ ફ્રિક્વન્સી રાખવામાં આવી છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે 1 ટ્રાફિક jcp , 3 dcp , 4 acp , 9 pi અને 17 psi મળી કુલ 1243 જવાનો ફક્ત ટ્રાફિક વિભાગના રહેશે. નિયત પાર્કિંગ પ્લોટમાં જ પાર્કિંગ કરવા પોલીસની નાગરિકોને સૂચના છે. અન્યથા વાહનો ટોઇંગ કરી લેવામાં આવશે.