World Cup 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જોવા મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 કલાકે બંને ટીમ વચ્ચે કાંટે કી ટક્કર થશે તે નક્કી છે. આ બ્લોકબસ્ટર મેચમાં ભારતની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે. તો બાબર આઝમના ખભા પર પાકિસ્તાન ટીમનો દારોમદાર રહેશે. ભારત અને પાકિસ્તાને વર્લ્ડ કપ 2023ની શરૂઆતની બંને મેચમાં જીત હાંસલ કરી છે. એવામાં બંને ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમના ચાહકોને આશા છે કે ભારત આ મેચને જીતીને પાકિસ્તાન સામે પોતાના રેકોર્ડને 8-0 કરવા માગશે. કેમ કે વર્લ્ડ કપની છેલ્લી 7 મેચમાં ભારતે પાકિસ્તાન ટીમને પરાજય આપ્યો છે. તેના કારણે પાકિસ્તાન ટીમ પર થોડું વધારે મનોવૈજ્ઞાનિક દબાણ જરૂર હશે. કેપ્ટન રોહિત શર્મા જો આ મેચમાં ટોસ હારશે તો આ ટીમ ઈન્ડિયા માટે લકી સાબિત થઈ શકે છે. કેમ કે હાલના વર્લ્ડ કપમાં અત્યાર સુધી જે 11 મેચ રમાઈ છે. જેમાં ટોસ જીતનારી ટીમને 8 વખત હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે ટોસ જીતવામાં સફળ સાબિત થયો નહતો. પરંતુ ભારતે બંને મેચમાં શાનદાર વિજય મેળવ્યો હતો. 


આજની મેચમાં વરસાદ પડશે કે નહિ? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી આવી ગઈ


ભારત-પાકિસ્તાનની મેચ જોવા જનારાઓ માટે ખાસ સૂચના, મેચમાં આ વસ્તુઓ લઈને ન જતા


૧૪-૧૦-૨૦૨૩ને શનિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ની ભારત  vs પાકિસ્તાન ની મેચ દરમ્યાન મેચ નિહારવા આવનાર ટિકિટ ધારક પ્રેક્ષકોને જણાવવામાં આવે છે કે ...


1. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે ૧૦.૦૦ કલાકથી પ્રવેશ આપવામાં આવશે.


2.  બપોરે ૧૨.૩૦ કલાકે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.


3.  પ્રેક્ષકો માત્ર પર્સ , મોબાઈલ ફોન , ટોપી અને જરુરી દવા મેચ દરમ્યાન સાથે રાખી શકશે


4. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સંસ્થાએ નિ:શુલ્ક પાણીની તથા મેડીકલ ની સુવિધા કરેલ છે.


5. તે સિવાય ની કોઈ પણ વસ્તુ મેચ દરમ્યાન સાથે રાખી શકાશે નહીં .



ખાસ પ્રકારના tethered ડ્રોનથી મેચ પર નજર 
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે tethered ડ્રોનથી રિહર્સલ કર્યું હતું. tethered ડ્રોનની ક્ષમતાની વાત કરીએ તો, તો તે સતત 12 કલાક સુધી ઉડી શકે છે. જે 5 કિલોમીટરનો એરિયા કવર કરે છે. 120 મીટર સુધી ઉચે જઈ શકે છે. જેમાં ખાસ પ્રકારના એચડી કેમેરા લગાડવામાં આવ્યા છે. મેચના દિવસે આ tethered ડ્રોન થી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.