ભારત-પાકિસ્તાનની મેચ જોવા જનારાઓ માટે ખાસ સૂચના, મેચમાં આ વસ્તુઓ લઈને ન જતા
India vs Pakistan World Cup 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનને કચડવાના ઈરાદા સાથે આજે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા,,, સવારે 10 વાગ્યાથી મેદાનમાં એન્ટ્રી મળશે, બપોરે 12 વાગ્યે સેરેમની અને 2 વાગ્યે શરૂ થશે મેચ
ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ જોવા વિશ્વના અનેક દેશોમાંથી અમદાવાદ પહોંચ્યા ક્રિકેટ રસિયા,,, 6 હજાર પોલીસ જવાનો ખડેપગે,,, ક્રિકેટ પ્રેમીઓનો જોશ હાઈ,,,
ભારત-પાકિસ્તાનની મેચનું કાઉન્ટ ડાઉન શરૂ,,, બંને દેશોની ટીમોએ મોદી સ્ટેડિયમમાં કરી પ્રેક્ટિસ,,, આજે રમાનારી મેચ માટે લોકોમાં ભારે ઉત્સાહ... સુરક્ષા માટે ગોઠવાયો લોખંડી બંદોબસ્ત,,,
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો.... સવારે 10 વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં અપાશે પ્રવેશ.... બપોરે સાડા 12 વાગ્યે મનોરંજન કાર્યક્રમો યોજાશે.... પ્રેક્ષકો માટે પાણી અને મેડિકલની વિશેષ સુવિધા રહેશે
ભારત-પાકિસ્તાનની મેચમાં ટ્રાફિકથી બચવા મેટ્રોમાં મુસાફરી કરવાની પોલીસે કરી અપીલ,,, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે મેટ્રોમાં મુસાફરી કરીને સુરક્ષાનો મેળવ્યો તાગ,,,
અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચ માટે ભારે ઉત્સાહ...નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પાકિસ્તાની ચાચા અને કોલકાતાના અરુણ ચતુર્વેદી વચ્ચે મુકાબલો જામ્યો...જેમાં પાકિસ્તાન ચાચા જીતેગાના નારા લગાવે તો લોકો એ જય શ્રી રામ અને ઈન્ડિયા જીતેગાના નારા લગાવ્યા.
અમદાવાદમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચના કારણે 13થી 15 ઓક્ટોમ્બર સુધીનું ટાઈમ ટેબલ કરાયું જાહેર,,, મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું કરાયું નક્કી,,, ટ્રેન મુંબઈ સેન્ટ્રલ, દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા અને અમદાવાદ પર કરશે સ્ટોપેજ
2.5 કિમીનો રસ્તો 12 કલાક બંધ
મેચને પગલે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી લઈ મોટેરા આસારામ આશ્રમ ચોકડી સુધીનો 2.5 કિમી સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. મેચના 12થી 14 કલાક સુધી આ રસ્તા પરથી માત્ર ચાલીને જઈ શકાશે. સામાન્ય લોકો ગેટ નંબર 1 અને 2 પરથી એન્ટ્રી કરી શકશે. જ્યારે VIP માટે આસારામ આશ્રમ ચાર રસ્તાથી આશ્રમ તરફ ગેટ નંબર 3 અને માત્ર VVIPને જ પ્રવેશ આપવામાં આવશે.
Trending Photos