અમદાવાદ : શહેરમાં મિની લોકડાઉનમાં આંશિક છુટછાટ અપાયા બાદ આજે શહેરના મોટા ભાગની તમામ બજારોમાં દુકાનો ખુલી ગઇ હતી. બપોરનાં ત્રણ વાગ્યાની આસપાસ છુટછાટની મર્યાદા પુર્ણ થતા રસ્તા પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કાલુપુરથી આસ્ટોડિયા જતા રસ્તા સહિત અનેક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘણા સમય બાદ અમદાવાદનાં રસ્તાઓ પર ટ્રાફીકના દ્રશ્યો જોવા મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનો પહેલો કિસ્સો : 15 વર્ષના કિશોરનો થયો મ્યુકોરમાઈકોસિસ, સર્જરીમાં દાંત કાઢવા પડ્યા


અત્રે નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં કોરોનાને કારણે વધી રહેલા સંક્રમણ સંદર્ભે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂ તથા દિવસ દરમિયાન મોટા ભાગની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના લીધે ઘણા સમયથી બજારો અને નાની મોટી દુકાનો બંધ હતી. મિની લોકડાઉન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે આંશિક રાહત આપતા સવારે 9થી રાત્રે 3 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા માટેની છુટ આપી હતી. 


તૌકતે વાવાઝોડું: ઓલપાડ તાલુકામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ, થયું આટલું નુકસાન


જો કે આજે સવારે જ્યારે દુકાનો ખુલી ત્યારથી જ ટ્રાફીક જામ થવાનું શરૂ થઇ ગયું હતું. આ ઉપરાંત લાંબા સમયે દુકાનો ખુલી હોવાની સાથે ફરી બંધ થઇ શકે તેવી ભીતિના કારણે મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યાં હતા. જેના પગલે દુકાનોમાં પણ અને રોડ પર બંન્ને સ્થળ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવા માટેના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા હતા. જો કે લોકડાઉન ખુલતા જ જેની ભીતી હતી તેવી સ્થિતી સર્જાઇ હતી અને લોકો ફરી એકવાર કોરોનાનો ડર ભુલીને ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કિંગ સહિતનાં તમામ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જો આ પ્રકારે જ નાગરિકો બેજવાબદાર વલણ દાખવશે તો ફરી એકવાર કોરોના બેકાબુ બનવાની શક્યતા છે. જેને કાબુમાં લેવા માટે સરકાર નહી ઇચ્છતી હોવા છતા પણ લોકડાઉન કરવું પડે તો નવાઇ નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube