અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકળવાને કારણે અસંમજસની સ્થિતી છે. અમદાવાદનાં ટ્રાફીક પોલી દ્વારા રથયાત્રા અંગેનાં રૂટની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વૈકલ્પિક રૂટ જાહેર કર્યો હતો. જો કે આ સત્તાવાર જાહેરાત બાદ થોડી જ વારમાં ટ્રાફીક પોલી દ્વારા તે રૂટને શરતચુકથી જાહેર થયો હોવાનું જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનામાં માછીમારો પર વીજળી પડતા 2નાં મોત, 1 મહિલા પુરમાં તણાઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રાને હજી સુધી મંજૂરી આપવામાં નથી. મંદિર ટ્રસ્ટ તરફથી પણ કોઇ અરજી કરવામાં આવી નથી. જેનાં કારણે હાલ તો ગુંચવાડાભરી સ્થિતીનું સર્જન થયું છે. પોલીસ દ્વારા બંદોબસ્ત માટેની માંગ પણ કરવામાં આવી હતી. જેના પગલે ફોર્સ પણ ફાળવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારનું પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. 


રાજકોટ: લોકડાઉનનાં કારણે મકાનભાડુ, કરિયાણાનું ઉધાર ચડી જતા પરિણીતાએ અગ્નિસ્નાન કર્યું

હાલ તો રથયાત્રામાં લોકોને હાજર નહી રહેવા માટે સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. જો કે કોઇ પણ સામાન્ય રથયાત્રા કરતા આ રથયાત્રામાં પોલીસનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વધારે ફોર્સ પણ તહેનાત કરવામાં આવ્યો છે. હાલ તો આ સમગ્ર મુદ્દો ધૂંધવાયેલો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube