ઉનામાં માછીમારો પર વીજળી પડતા 2નાં મોત, 1 મહિલા પુરમાં તણાઇ

 પંથકમાં આજે તોફાની વરાદ વરસ્યો હતો. જો કે વિજળી પણ ઘાતક બની હોય તેમ પોતાનું રૌદ્ર સ્વરૂપે દેખાઇ હતી. ઉનાના સેંજલીયા ગામે વિજળી પડવાનાં કારણે 2 માછીમારોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 1 માછીમાર હજી સુધી ગુમ છે. સેંજલીયા ગામના દરિયાકાંઠે માછીમારી કરતા હતા. જ્યારે વિજળી પડતા 45 વર્ષીય જાદવભાઇ રાઠોડ અને 30 વર્ષીય જીણાભાઇ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે હજી સુધી એક માછીમાર ગુમ છે.
ઉનામાં માછીમારો પર વીજળી પડતા 2નાં મોત, 1 મહિલા પુરમાં તણાઇ

ઉના:  પંથકમાં આજે તોફાની વરાદ વરસ્યો હતો. જો કે વિજળી પણ ઘાતક બની હોય તેમ પોતાનું રૌદ્ર સ્વરૂપે દેખાઇ હતી. ઉનાના સેંજલીયા ગામે વિજળી પડવાનાં કારણે 2 માછીમારોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 1 માછીમાર હજી સુધી ગુમ છે. સેંજલીયા ગામના દરિયાકાંઠે માછીમારી કરતા હતા. જ્યારે વિજળી પડતા 45 વર્ષીય જાદવભાઇ રાઠોડ અને 30 વર્ષીય જીણાભાઇ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે હજી સુધી એક માછીમાર ગુમ છે.

જેથી માછીમારની શોધખોળ ચાલી રહી છે. લાઠીનાં અકાળા ગામે વિજળી પડવાનાં કારણે ખેતરમાં રહેલી એક મહિલા પારસબેન સોજીત્રાનું મોત નિપજ્યું હતું. ધારીનાં છતડીયા ગામે વિજળી પડતા એક યુવતી અને બગસરામાં એક કિશોરીનું મોત નિપજ્યું હતું. જ્યારે કુંકાવાવના અમરાપુરમાં એક ટ્રેક્ટરમાંથી પડી જતા પૂરમાં તણાઇ જવાને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું.

અમરેલી જિલ્લાના લાઠીના અકાળામાં વીજળી પડતા એક યુવતીનું મોત નિપજ્યું છે. પારસ બેન નામની મહિલા ખેતરમાં કપાસ સોપી રહ્યા હતા ત્યારે વિજળી પડતા પારસબેનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલાનું સારવાર દરમિયાન લાઠી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news