જાવેદ સૈયદ/અમદાવાદ :31 ડિસેમ્બરને (31 December) લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસે (Traffic police)  એક્શન પ્લાન ત્યાર કર્યો છે. અમદાવાદ માં 31 ડિસેમ્બરે ભરચક એવા સી.જી રોડ સાંજે 6 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ એસજી હાઇવે (SG highway) પર ભારે અને મધ્યમ ભારે માલવાહક અને પેસેન્જર વાહનોને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો સાથે જ અમદાવાદમાં જો 31 ડિસેમ્બરે દારૂ પીને ગાડી ચલાવી તો પોલીસ તમારી સામે ગુનો દાખલ કરી ગાડી ડિટેઈન કરાશે.


3 વર્ષની બાળકીના દુષ્કર્મીની ફાંસીની સજા HCએ યથાવત રાખી, ગણાવ્યો ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસ


  • 31મી ડિસેમ્બરે સીજી રોડ સાંજે 6 વાગેથી રાતના 3 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

  • એસજી હાઇવે પર ભારે અને મધ્યમ ભારે માલવાહક અને પેસેન્જર વાહનોને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

  • પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના રોડ પર 31મીએ સાંજે 7 વાગ્યાથી રાતના 3 વાગે સુધી વાહન પાર્કિંગમાં પણ પ્રતિબંધ રહેશે. 

  • નહેરુનગરથી ઇસ્કોન સર્કલ સુધીના રસ્તે ખાનગી લક્ઝરી બસના પાર્કિંગ પણ પર પ્રતિબંધ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘હું CM બન્યો ત્યારે કહ્યું હતું કે, 20-20 રમવા આવ્યો છું, એટલે ક્રીઝની ચિંતા નથી કરતો. અડધી પીચે જ રમુ છું...’


અમદાવાદ પોલીસ કમિશનનું જાહેરનામું 
31 ડિસેમ્બરનું સેલિબ્રેશન નજીક આવી રહ્યું છે ત્યારે તે દિવસે અમદાવાદમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસજી હાઇવે અને સીજી રોડ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતી હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક ડીસીપી અજિત રાજયાણે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ આ નિર્ણય લેવાયા છે. તેમજ એસજી હાઇવેના કલબ અને પાર્ટી પ્લોટ આયોજકો સાથે મિટિંગ કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટેની તમામ તૈયારીઓ ટ્રાફીક વિભાગ દ્વારા કરાઈ હોવાનું ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું. સાથે જ જો કોઈ 31 ડિસેમ્બરે દારૂ પીને ગાડી ચલાવી તો પોલીસ ગુનો દાખલ કરી ગાડી ડિટેઈન કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....