3 વર્ષની બાળકીના દુષ્કર્મીની ફાંસીની સજા HCએ યથાવત રાખી, ગણાવ્યો ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસ

સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની કરપીણ હત્યા (girl child rape) કરનાર હવસખોર બળાત્કારી અનિલ યાદવની ફાંસીની સજાને હાઈકોર્ટે (Highcourt) યથાવત રાખી છે. હાઈકોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસ ગણાવ્યો છે. આ કેસમાં અગાઉ નીચલી કોર્ટે પણ આરોપીને ફાંસીની સજા ફટકારી હતી, જેથી આરોપીએ હાઈકોર્ટમાં સજાને પડકારી હતી. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ બનાવ બન્યો હતો. 
3 વર્ષની બાળકીના દુષ્કર્મીની ફાંસીની સજા HCએ યથાવત રાખી, ગણાવ્યો ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસ

આશ્કા જાની/અમદાવાદ :સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની કરપીણ હત્યા (girl child rape) કરનાર હવસખોર બળાત્કારી અનિલ યાદવની ફાંસીની સજાને હાઈકોર્ટે (Highcourt) યથાવત રાખી છે. હાઈકોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસ ગણાવ્યો છે. આ કેસમાં અગાઉ નીચલી કોર્ટે પણ આરોપીને ફાંસીની સજા ફટકારી હતી, જેથી આરોપીએ હાઈકોર્ટમાં સજાને પડકારી હતી. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ બનાવ બન્યો હતો. 

શું હતો આ બનાવ
સમગ્ર ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની હતી, જેમાં 14 સપ્ટેમ્બર 2018ના રોજ લિંબાયત વિસ્તારમાં રહેતા નારાયણ ભાઈની ત્રણ વર્ષની બાળકી અચાનક ઘર પાસેથી ગુમ થઈ ગઈ હતી. રાત્રે પોતાની દીકરી ઘરે નહીં આવતા માતાએ બાળકીની શોધખોળ શરૂ કરી હતી. જોકે તે મળી ન હતી. જેથી પોલોસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં બાળકી ને શોધી હતી, જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા બાળકી સોસાયટીની બહાર ન ગઈ હોવાનું સામે આવ્યું હતું.

જામનગર : વહેલી સવારે ડ્રાઈવરને ઝોકુ આવી જતા ઈકો કારને અકસ્માત, 4ના મોત 

પોલીસે સોસાયટીમાં જ શોધખોળ શરૂ કરી હતી. જેમાં બાળકી જે બિલ્ડિંગમાં રહેતી હતી તેના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં રહેતો વ્યક્તિ ગુમ થયો હતો. જેથી પોલોસને આશંકા ગઈ હતી કે આ ઘરમાં જ બાળકી હોઈ શકે છે. તપાસ કરતા આ ઘરમાં અનિલ યાદવ રહેતો હોવાનું સામે આવ્યું હતું. અનિલ યાદવ બાળકીના પિતાનો મિત્ર હતો, તેથી જ્યારે બાળકી ગુમ થઈ ત્યારે તે પણ બાળકીના માતા-પિતા સાથે બાળકીને શોધાવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસના અધિકારીઓએ અનિલ યાદવના ઘર ની તપાસ કરી હતી. દરવાજો તોડી પોલીસ જ્યારે ઘરમાં પ્રવેશી તો દુર્ગંધ આવતી હતી. જેથી તે દિશામાં તપાસ કરતા પ્લાસ્ટિકની ડોલ પોલીસ કર્મી હટાવી તો નાની બાળકીના પગ દેખાયા હતા. ત્યારબાદ પ્લાસ્ટિકના એક કોથળામાં મૃત હાલતમાં બાળકીની મળી આવી હતી. પોલીસે પિતાની મદદથી બાળકીની ઓળખ કરી હતી. બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા અનિલ દ્વારા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું.

અનિલે બાળકીના મૃતદેહને કોથળામાં ભરીને પોતાના જ ઘરમાં સંતાડીને પોતાના વતન બિહારના દરભંગા ખાતે ભાગી છૂટ્યો હતો. સુરત પોલીસની અલગ અલગ ટીમ અનિલે શોધવામાં લાગી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સના આધારે પોલીસને માહિતી મળી હતી કે, અનિલ બિહારના દરભંગા ખાતે આવેલા પોતાના ગામમાં છુપાયો છે. બિહાર પોલીસની મદદથી અનિલ યાદવને ઝડપી પાડ્યો હતો.

રાજ્ય સરકારે તપાસ ઝડપી કરવાના આદેશ આપ્યા હતા
ઓક્ટોબર મહિનામાં સુરતમાં ત્રણ અલગ અલગ બનાવમાં નાની બાળકીઓ પર બળાત્કાર કરવામાં આવ્યા હતા જેથી રાજ્ય સરકારે આ કિસ્સાઓમાં ઝડપથી ન્યાય મળે તેના માટે પોલીસને ઝડપથી ચાર્જશીટ દાખલ કરી કોર્ટમાં દરરોજ સુનાવણી થાય તે માટેના નિર્દેશ આપ્યા હતા. ઘટનાના એક જ મહિનામાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. તો કોર્ટમાં પણ આ કેસની દરરોજ સુનાવણી કરવામાં આવતી હતી. કોર્ટમાં આરોપી ફરિયાદી અને સાક્ષીઓની તપાસ અને ઉલટ તપાસ કરવામાં આવી હતી. 35 થી વધુ સાક્ષીઓ, મેડિકલ પુરાવા અને એફએસએલ પુરાવા ઉપરાંત સીસીટીવી ફુટેજના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા. નામદાર એડિશનલ સેસન્સ જજ પી એસ કાલાએ પુરાવાઓના આધારે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news