Ahmedabad Viral Video : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાર ચાલકની દાદાગીરીનો વીડિયો તમારા રુંવાડા ઉભા કરી દેશે. એક પે એન્ડ પાર્કના કર્મચારીને એક કાર ચાલકે 300 મીટર સુધી ઢસડ્યો હતો. કાર ચાલક પાસે પાર્કિગમાં રૂપિયા માંગતા આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના બાપુનગર સમજુબા ચાર રસ્તા પાસેનો બનાવ હોવાનું કહેવાય છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ અમદાવાદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં GJ01 KM 8738 ની કાર દેખાઈ રહી છે. જેમાં એક વ્યક્તિ બહારની બાજુ અધૂકડો લટકેલો દેખાઈ રહ્યો છે. તે બારીથી અડધો નીચે લટકેલો છે, પરંતુ કાર રસ્તા પર દોડી રહી છે. પાછળથી આવી રહેલી એક કારે આ વીડિયો ઉતાર્યો હતો. જે અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 


ગુજરાતમાં ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ : હર્ષ સંઘવીનો ડિપાર્ટમેન્ટ આ બે બાબતોમાં નંબર 1


પ્રાપ્ત માહિતી અનુસાર, બાપુનગર દિનેશ ચેમ્બર નજીક પે એન્ડ પાર્કિંગ પર એક કાર ચાલકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે, GJ01 KM 8738 નંબરના કાર ચાલકે ચાર કલાક માટે ગાડી પાર્કિગમાં મુકી હતી. પંરતુ પાર્કિંગના કર્મચારીએ ચાલક પાસેથી બાકીના 60 રૂપિયા ચાર્જ માંગ્યો હતો. પરંતુ તેણે રૂપિયા આપવાની ઘસીને ના પાડી હતી. 


 


પદયાત્રીઓની મરણચીસોથી ગુંજ્યો હારીજ હાઈવે : એક જ પરિવારના લોકોને ગાડીએ કચડ્યા