સંજય ટાંક/અમદાવાદ: સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય. આ ઉક્તિ આ તેજસ્વી તારલાઓ એ સાબિત કરી છે. પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતા અભ્યાસમાં આગળ વધીને સફળતાના શિખર પર કેવી રીતે પહોંચી શકાય તે આ તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 10નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં તેજસ્વી તારલાઓ પાલડીના સંસ્કાર કેન્દ્ર પર પહોંચ્યા હતા. પરંતુ આ તમામ વિદ્યાર્થીઓમાં બે એવા તેજસ્વી તારલા હતા જેમણે સૌનું ધ્યાન ખેંચ્યુ હતું.


અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સ્કૂલની આ બે વિદ્યાર્થીનીઓએ ધોરણ 10માં બાજી મારી છે. સૌથી ખુશીની અને આશ્ચર્ય પમાડે તે વાત એ હતી કે આ બંને તેજસ્વી વિદ્યાર્થીનીઓ અંજલી અને આંચલ જુડવા છે. અને એ કરતાં પણ મહત્વની વાત એ જોવા મળી કે ધોરણ 10નું પરિણામ તેમની સફળતા અને તેમનો જન્મ દિવસ એટલે કે આ જુડવા બહેનોમાં બેવડી ખુશી આજના દિવસે જોવા મળી. અંજલીએ ધોરણ 10માં 93.67 ટકા જ્યારે આંચલે ધોરણ 10માં 90.67 ટકા મેળવ્યા છે. અને બંને બહેનો વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા ધરાવે છે.

ધોરણ 10નું પરિણામ : ગુજરાતી કરતાં અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું


તો બીજીતરફ એક વિદ્યાર્થીની એવી પણ છે જેણે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે સ્ત્રી રોગની બિમારીમાં પટકાઈ હતી. ડોક્ટરની ટોટલી બેડરેસ્ટની સલાહ છતાં માહી શાહે એક સમયે ચાલુ વર્ષે ડ્રોપ લેવાનો જ વિચાર કરી લીધો હતો. પરંતુ બિમારી સામેનો જંગ અને ધોરણ 10મા અભ્યાસનો જંગ અને પિતાની હિંમત સાથે આખરે માહિએ ધોરણ 10ની પરિક્ષા આપી અને ધોરણ 10માં 90 ટકાથી વધુ મેળવતા પરિવારમાં ખુશી છવાઈ છે.

અમદાવાદ: રિક્ષા ડ્રાઇવરના દિકરાએ મેળવ્યા 99.39 પર્સેન્ટાઈલ, સેવી રહ્યો છે ડોક્ટર બનવાનું સપનું


ધોરણ 10નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તેવામાં જીવનમાં આવેલી તકલીફો અને અડચણોને પણ અવગણીને કેવી રીતે કારકિર્દી તરફ આગળ વધી શકાય તેનું ઉદાહરણ આ વિદ્યાર્થીનીઓએ પુરુ પાડ્યું છે.