અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad)ના અનેક વિસ્તારોમાં ગઈકાલથી થર્મલ ગન દ્વારા લોકોનું ચેકિંગ શરૂ કરાયું છે. જેથી કોરોના (corona virus) પકડમાં આવે. પરંતુ શહેરના કોટ વિસ્તારમાં બનાવાયેલા ચેક પોઇન્ટ શોભાના ગાંઠિયા સમાન  બન્યા છે. આજે ગુરુવારે વહેલી સવારે પેરામેડીકલ સ્ટાફ સવારથી ચેક પોઇન્ટ પર હાજર થઈ ગયો હતો. પરંતુ થર્મોમીટર ન હોવાને કારણે એકપણ વ્યક્તિનું ચેકીંગ થઈ શક્યુ ન હતું. પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ થર્મોમીટરની જોઈને બેસી રહ્યાં છે. ગઈ કાલે જોરશોરથી શરૂ કરાયેલું સ્ક્રીનીંગ આજે સવારથી અટકી પડ્યું હતું. 


ભૂલથી પણ આજે કોઈ ખ્રિસ્તીને ગુડ ફ્રાઈડે ન કહેતા, નહિ તો તે બગડશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેરામેડીકલ સ્ટાફના કર્મીઓ વહેલી સવારે 5 વાગ્યાથી ચેક પોઇન્ટ પર આવીને ઉપસ્થિત થઈ ગયા હતા. ત્યારે કોટ વિસ્તારની જેમ એલિસબ્રિજ અને આસ્ટોડિયા દરવાજા પાસેના બંને પોઇન્ટ પર પણ થર્મોમીટર પહોંચ્યા ન હતા. ગઈકાલે ઇન્ફ્રારેડ થર્મોમીટરથી તપાસ થઈ રહી હતી, જે હજુ સુધી શરૂ થઈ ન હતી. ખાડીયા પાસે આવેલી રાયપુર ચારરસ્તાની ચેકપોસ્ટ પર પણ એવી જ સ્થિતિ જોવા મળી. અહી પણ થર્મલગન ન હોવાથી તપાસ અટકી પડી હતી. 


2 વર્ષની કોમળ ફૂલ જેવી દીકરીને સાથે રાખીને કોરોનામાં ડ્યુટી કરે છે મહિલા કોન્સ્ટેબલ


આમ, અમદાવાદમાં એક તરફ પોલીસ તમામ રાહદારીઓની પૂછપરછ કરી રહી છે, તો બીજી બાજુ પેરામેડિકલનો સ્ટાફ થર્મોમીટર ન મળ્યુ હોવાને કારણે નિસહાય ઉભો છે. ચેકપોસ્ટમાં જ બેસીને થર્મોમીટર મળે તેની રાહ જોઈ રહ્યા છે. દરિયાપુર દરવાજા પાસે આવેલા કોરોના ચેકપોસ્ટ પર હાલ તમામની તપાસ થઈ રહી છે. આમ, મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગઈકાલે જ આ ચેકપોસ્ટોની મુલાકાત લઈ તમામ સુવિધાઓની તપાસ કરી હતી. જો કે આજે સવારે જ અવ્યવસ્થા સર્જાઈ છે.


અમદાવાદના સોની પરિવારે લોકડાઉનમાં જે કામ કર્યું તેવુ તમે પણ કરી શકો છો 


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસના લેટેસ્ટ અપડેટ મુજબ હાલ રાજ્યમાં કુલ 186 કોરોનાના કેસ થયા છે. જેમાં અમદાવાદમાં જ 83 છે. આમ, અમદાવાદ શહેરમાં જ સૌથી વધુ કેસ વધી રહ્યાં છે. અહી લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર