મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરનાં બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ જીંજરના ક્વોરન્ટીન સેન્ટરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડતા દર્દી પાસેથી એક દારૂની બોટલ મળી હતી. આ ઉપરાંત હોટલના રૂમમાં કોરોનાના દર્દી સાથે તેનો મિત્ર જે નેગેટિવ છે તે પણ રૂમમાંથી મળી આવ્યો હતો. ત્યારે જીંજર હોટલ સામે સવાલ ઉઠી રહ્યો છે કે, ક્વોરન્ટીન સેન્ટરમાં માત્ર પોઝિટિવ દર્દીઓ હોય તો નેગેટિવ દર્દીને પ્રવેશ કઇ રીતે આપવામાં આવ્યો. હોટલમાં દારૂની બોટલ કઇ રીતે પહોંચી વગેરે સવાલો ઉઠી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ: ઘરમાં દીપડાનું બચ્ચુ ઘુસી જતા પરિવારમાં ફફડાટ, ગામ લોકોમાં ભયનો માહોલ

વસ્ત્રાપુર પોલી સ્ટેશનનાં પીઆઇ વાય.બી જાડેજાએ જણાવ્યું કે, હોટલ AMC નું કોવિડ સેન્ટર હાલ નથી. યુવક કોરોનાનો દર્દી હતો અને ત્યાં ક્વોરન્ટીન હતો. જો કે મિત્ર સાથે દારૂ પીવા માટે ભેગો થયો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનનાં ડેપ્યુટી હેલ્ત ઓફીસર અરવિંદ પટેલે જણાવ્યું કે, કોરોનાના દર્દી અને જે વિદેશથી અમદાવાદ આવે છે તેવા લોકોને હોટલમાં ક્વોરન્ટીન કરવામાં આવે છે. હાલ તો આ સમગ્ર મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 


Gujarat Corona Update : નવા 1015 દર્દી, 1094 દર્દી સાજા થયા 19 લોકોનાં મોત

જય પટેલ પોતે કોરોના પોઝિટિવ દર્દી છે અને આકાશે રિપોર્ટ કરાવ્યો છે. બંન્ને યુવકો દારૂ પીવા માટે એકત્ર થયા હતા. જો કે તે અંદર કઇ રીતે પ્રવેશ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત દારૂની બોટલ કઇ રીતે અંદર આવી. તે અંગે પણ પોલીસ દ્વારા તપા ચલાવવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર