અમદાવાદ: એસજી હાઇવે પર વોલ્વો એસટી બસે સિક્યુરિટિ ગાર્ડને ટક્કર મારતા મોત
એસજી હાઇવે પર મોડી સાંજે પુરપાટ ઝડપે આવી રહેલી 1 વોલ્વો એસટીએ એક સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડની ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. રવિવાર હોવાથી અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અને એસજી હાઇવે પર ટ્રાફિકની લાંબી લાઇનો લાગી હતી.
જાવેદ સૈયદ/અમદાવાદ: એસજી હાઇવે પર મોડી સાંજે પુરપાટ ઝડપે આવી રહેલી 1 વોલ્વો એસટીએ એક સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડની ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. રવિવાર હોવાથી અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અને એસજી હાઇવે પર ટ્રાફિકની લાંબી લાઇનો લાગી હતી.
સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પણ પોહચી હતી. આ અક્સમાતમાં સરખેજમાં રેહતા 43 વર્ષીય સીદીકભાઈનું મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત સર્જીને એસ.ટી ચાલક અને ડ્રાઈવર ફરાર થઇ ગયા હતા. હાલ આ સમગ્ર મામલે એસ જી હાઇવે ટ્રાફિક પોલીસે બંને સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
વડોદરા: દશરથ પાસે નાસ્તા હાઉસમાંથી IPL મેચ પર સટ્ટો રમતા 4 ઝડપાયા
અકસ્માતમાં મોત થયેલા સિક્યુરિટી ગાર્ડના પરિવારમાં આક્રંદ જેવી સ્થિતિ સર્જાઇ હતી. એસજી હાઇવે પોલીસ દ્વારા અકસ્માત કરનારા બસ ડ્રાઇવર અને કંડક્ટરને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. જે અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.