ઉદય રંજન/અમદાવાદ : 6 હજાર રૂપિયાની છેતરપિંડીની અરજી અંગે તપાસ કરતા સાયબર ક્રાઇમે ઓનલાઇન એપ્લિકેશન થકી થતી 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ચાઇનીઝ એપ્લિકેશન થકી અલગ અલગ મોડસ ઓપરેન્ડીના આધારે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. પોલીસ તપાસમાં 28 હજાર લોકોએ રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવધાન! જો રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો તો રોકડ રકમ સાથે નહી રાખતા નહી તો...


અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ચાઇનીઝ એપ્લિકેશનમાં રોકાણ કરાવીને રૂપિયા પડાવતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમમાં આ પ્રકારે રૂપિયા 6 હજારની છેતરપિંડી થઈ હોવાની અરજી આવી હતી. જો કે તપાસ કરતા છેતરપિંડીનો આંકડો રૂપિયા 50 કરોડે પહોંચ્યો હતો.


જામનગરમાં સંવેદના દિવસની ઉજવણી, લોકોને સરકારી યોજનોનો લાભ મળી શકે તે પ્રકારનું આયોજન


આ ગેંગના આરોપીઓ સૌ પ્રથમ યુ ટ્યુબ ચેનલ, ટેલીગ્રામ ચેનલ તેમજ લોકોના મોબાઈલ પર ટેક્ષ મેસેજ કરીને લિંક મોકલતા, જે લિંક ઓપન કરતા જે તે એપ્લિકેશન ઓપન થાય છે. જેમાં ગ્રાહકોને અલગ અલગ બહાના હેઠળ રોકાણ કરવાની અને તગડું બોનસ આપવાની લાલચ આપતા. જો કોઈ ગ્રાહક રોકાણ કરે તો એપ્લિકેશન વેબસાઈટના વૉલેટમાં બેલેન્સ બતાવતા હોય છે. કોઈ ગ્રાહક દ્વારા રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો ટેકનિકલી એરર આવી જતી હોય છે. અને જો કોઈ ગ્રાહક વારંવાર પ્રયત્ન કરે તો એપ્લિકેશન બંધ કરી દેતા.


AHMEDAD બની રહ્યું છે ક્રાઇમ કેપિટલ? ચાંદખેડા-બોપલ બાદ હવે વાસણામાં તસ્કરોનો તરખાટ


સાયબર ક્રાઇમે તપાસ કરતા આ ગુનાના સાત આરોપી યાસીન કુરેશી, દિલીપ ગોજીયા, ધર્મેન્દ્ર સિંહ રાઠોડ, રાહુલ વાઢેર, જયેશ ગાગિયા, તુષાર ઘેટિયાની અગાઉ ધરપકડ કરી હતી. જ્યારે તપાસ દરમિયાન મહારાષ્ટ્રના જીતેન શાહનું નામ સામે આવ્યું હતું. જેની કંપનીના બેંક એકાઉન્ટમાં ત્રણ મહિનામાં ત્રીસ કરોડ રૂપિયા જમા થયા હતા. જેના બદલા અમુક ટકા કમિશન આપવામાં આવતું હતું. આ રીતે અન્ય આરોપીઓનાં એકાઉન્ટમાં પણ 20 કરોડ રૂપિયા જમાં થયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ સમગ્ર નેટવર્ક મૂળ ભારતીય વ્યક્તિ ચાઇના બેઠા બેઠા ચલાવતો હતો. જે સોશ્યલ મીડિયા મારફતે લોકોનો સંપર્ક કરતો હતો.


ભાવનગરમાં સંવેદના દિવસની ઉજવણી, બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ


પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મોટા ભાગના રૂપિયા બિટકોઈનમાં રોકાણ કરવાંમાં આવતા હતા. જો કે આ અગાઉ પણ એપ્લિકેશન થકી થતી છેતરપિંડીમાં લોકોએ 500 કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube