જામનગરમાં સંવેદના દિવસની ઉજવણી, લોકોને સરકારી યોજનોનો લાભ મળી શકે તે પ્રકારનું આયોજન

જામનગરમાં ગુજરાત સરકારના શાસનના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે બીજા દિવસે સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Updated By: Aug 2, 2021, 06:58 PM IST
જામનગરમાં સંવેદના દિવસની ઉજવણી, લોકોને સરકારી યોજનોનો લાભ મળી શકે તે પ્રકારનું આયોજન

મુસ્તાક દલ/ જામનગર: જામનગરમાં ગુજરાત સરકારના શાસનના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે બીજા દિવસે સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સમગ્ર રાજ્યમાં પહેલી ઓગષ્ટથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી થઈ રહી છે, જે અતર્ગત જામનગર જિલ્લામાં પણ શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગરમાં બીજા દિવસે આજે સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરના ટાઉનહોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ માં માતપિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને એજ્યુકેશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- ભાવનગરમાં સંવેદના દિવસની ઉજવણી, બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ

જામનગર શહેરના ટાઉનહોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપાલ ફાયનાન્સ બોર્ડના પ્રમુખ ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં સેવાસેતુનો કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એકજ સ્થળેથી લોકોને અનેક સરકારી યોજનોનો લાભ મળી શકે અને સરકારી ઓળખકાર્ડ સાહિતની કામગીરી પૂર્ણ કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- સુરતમાં યુવકે બીજા માળે ચડી મચાવી ભારે ધમાલ, કહ્યું- પગે પડે તો જ શાંત થાઉં, દુનિયાને ભસ્મ કરી નાખીશ

જ્યારે ધનસુખભાઇ ભંડેરી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી. આ કાર્યક્રમમાં જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, ભાજપ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા સહિત ભાજપના આગેવાનો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube