અમદાવાદ : કોરોના હવે સામાન્ય માણસને છોડીને એક પછી એક નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આજનાં જ દિવસમાં મજૂરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત રેલીમાં હાજર તમામમાં ફફડાટ ફેલાયો છે. નજીકથી સંપર્કમાં આવેલા નેતાઓ હોમ આઇસોલેટેડ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને કારણે ભાંગી પડેલા સુરત માટે આવ્યા મોટા સમાચાર, કમિશ્નરે આપ્યા Good News

તો બીજી તરફ આજે ભાજપનાં વરિષ્ઠ નેતા અને અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરિટ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 20 તારીખે તેમને સામાન્ય તાવ આવ્યો હતો અને સામાન્ય ઉધરસની પણ તકલીફ હતી. જેના પગલે તેમણે આજે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો હતો. જો કે ખુબ જ હળવા લક્ષણો હોવાનાં કારણે ડોક્ટરે તેમને હોમ ક્વોરન્ટીન રહેવા માટે જણઆવ્યું હતું. હાલ તેઓ હોમ ક્વોરન્ટિન થયા છે. સોલંકીએ ટ્વિટર પર અપીલ કરીને જણાવ્યું કે, 20 તારીખથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકો થોડા સમય માટે હોમ આઇસોલેટેડ થાય અને જો તેમને કોવિડનાં લક્ષણો જેવા કોઇ લક્ષણો જોવા મળે તો તુરંત જ કોરોના રિપોર્ટ કરાવે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર