જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં જાણીતા મહિલા ડૉ મીતા માંડે અદ્વૈત કોમપ્લેક્ષના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ચોથા માળેથી આત્મહત્યા કરતા મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઇ જતા સ્થળ પર હાજર તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા તબીબની આત્મહત્યા કરવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ડો. મિતા માંકડ વસ્ત્રાપુર સુમેરુ બંગ્લોઝમાં રહેતા હતા. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેઓએ કૉમ્પ્લેક્સના ચોથા માળેથી પડતું મૂક્યું હતું. જાણીતા ગાયનેક અને કેન્સરના નિષ્ણાત ડો. મિતા માંકડ આજે પોતાની કાર લઈને અદ્વૈત બિલ્ડિંગ આવ્યા હતા અને ત્યારબાદ કોઈપણ કારણોસર આત્મહત્યા કરી હતી.


સુરત: તાપીમાં દૂષિત પાણીને મુદ્દે માંડવીના કોંગ્રેસના MLAની ‘જળ સમાધિ’ની ચિમકી



મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે મહિલા તબીબની આત્મહત્યા અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આત્મહત્યા પાછળનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી છે. મહિલા તબીબે ક્યાં કારણો સર આત્મહત્યા કરી તે અંગેનું કારણ હજી સુધી મળી શક્યું નથી. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ શરૂ કરી છે.