સુરત: તાપીમાં દૂષિત પાણીને મુદ્દે માંડવીના કોંગ્રેસના MLAની ‘જળ સમાધિ’ની ચિમકી

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી એટલે તાપી નદી અને આ નદી દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. પરંતુ સુરત અને તાપીના ઉદ્યોગો દ્વારા સતત તાપી નદીમાં દૂષિત પાણી છોડી રહ્યા છે. જેના કારણે તાપી નદી દૂષિત થઈ રહી છે સાથે લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થતા સુરત માંડવીના કોંગ્રેસ ધારાસભ્ય આનંદ ચૌધરીએ કોંગી આગવવાનો સાથે માંડવી પ્રાંતને આવેદન પ્રાંતને આવેદન પત્ર આપી ચમકી ઉચ્ચારી છે. 
 

સુરત: તાપીમાં દૂષિત પાણીને મુદ્દે માંડવીના કોંગ્રેસના MLAની ‘જળ સમાધિ’ની ચિમકી

કિરણસિંહ ગોહીલ/સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી એટલે તાપી નદી અને આ નદી દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. પરંતુ સુરત અને તાપીના ઉદ્યોગો દ્વારા સતત તાપી નદીમાં દૂષિત પાણી છોડી રહ્યા છે. જેના કારણે તાપી નદી દૂષિત થઈ રહી છે સાથે લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થતા સુરત માંડવીના કોંગ્રેસ ધારાસભ્ય આનંદ ચૌધરીએ કોંગી આગવવાનો સાથે માંડવી પ્રાંતને આવેદન પ્રાંતને આવેદન પત્ર આપી ચમકી ઉચ્ચારી છે. 

15 દિવસમાં ઉદ્યોગો સામે કાર્યવાહી કરવામાં નહિ આવતે તો માંડવીથી સુરત સુધી તાપી પરિક્રમા કરી વિધાનસભા સત્ર દરમ્યાન તાપીમાં જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે. તાપીના પાણીને દૂષિત કરતા આજુબાજુના વિસ્તારોમાં રહેલા ઉદ્યોગપતિઓ દ્વારા દૂષિત પાણીને પવિત્ર ગણાતી તાપી નદીમાં છોડવામાં આવે છે અને તેને લઇને તાપીનું પાણી પીનારા લોકોમાં પાણી જન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે.

તાપીમાં છોડવામાં આવતા દૂષિત પાણને કારણે ખેડૂતોને પણ મોટી માત્રામાં નુકશાન થઇ રહ્યું છે. ત્યારે માંડવીના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યા છે, અને કહ્યું કે, જો 15 જિવસમાં તાપીમાં દૂષિત પાણી છોડનારા ઉદ્યોગપતિઓ સામે કાર્યવાહી કરવામાં નહિ આવે તો તે જળ સમાધી લેવાની ચિંમકી ઉચ્ચારી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news