‘બેડ કે નીચે સ્યૂસાઈડ નોટ રખી હૈ, પોલીસ પૂછે તો બતા દેના..’ માતાને મેસેજ કરીને પરિણીતાએ કર્યો આપઘાત
Crime News પહેલા પતિ સાથે છૂટાછેડા બાદ મેટ્રિમોનિયલ સાઈટ પરથી જીવનસાથી શોધનારી પત્નીને મળી મોતની સજા... બીજા પતિએ ત્રાસ આપતાં પત્નીનો આપઘાત... પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને શેતાન પતિ ગિરીરાજ શર્માની કરી ધરપકડ
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : પહેલાં પતિ સાથે છૂટાછેડા બાદ મેટ્રિમોનીયલ સાઇટ પરથી જીવનસાથીની શોધ કરી બીજા લગ્ન કરવા પરણીતાને મોતને ભેટવું પડ્યું છે. લગ્નના એક જ મહિના બાદ જ પતિએ ત્રાસ આપતા પત્ની એ દવા ખાઈને આત્મહત્યા કરી છે. પરિણીતાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પિતાએ મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી
અમદાવાદ શહેર ના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી પરિણીતાએ 8 મી નવેમ્બરના દિવસે દવા ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા પરિણીતાએ તેની માતાને ‘બેડ કે નીચે સુસાઇડ નોટ રખી હૈ, પોલીસ પૂછે તો બતા દેના..’ તેવો મેસેજ કર્યો હતો. અને દવા ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે પરિણીતાના પિતાએ અનેક ફોન કરવા છતાં તેણે ફોન રિસીવ ના કરતા અંતે તેમણે મહારાષ્ટ્રથી ઘાટલોડિયા પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા પરિણીતાએ આત્મહત્યા કરી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાતમાં બિન ખેડૂત પણ ખરીદી શકશે જમીન, જાણો સરકારે શું આપ્યો જવાબ
પરિણીતાના છુટાછેટા થતા બીજા લગ્ન કર્યા હતા
પરિણીતાને અગાઉના પતિ સાથે મનમેળ ના આવતા વર્ષ 2011 માં છૂટાછેડા લીધા હતા. બાદમાં તેના દીકરા સાથે પિતાના ઘરે રહેતી હતી. જો કે બીજા લગ્ન કરવા માટે તેમણે મેટ્રોમોનીયલ સાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે મારફતે તેમનો સંપર્ક ગિરિરાજ શર્મા સાથે થયો હતો. જે મૂળ રાજસ્થાનનો છે અને અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. જેના પત્ની અગાઉ મૃત્યુ પામ્યા હતા. અને બે બાળકો માતા પિતા સાથે રહે છે. જો કે પરિણીતાએ તેની સાથે વાતચીત કર્યા બાદ પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા. અને ત્યારબાદ તેઓ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સંકલ્પ રો હાઉસમાં રહેતા હતા.
લગ્નના એક મહિનામાં પતિએ રંગ બતાવવાના શરૂ કર્યાં
લગ્નના એકાદ મહિના બાદ પરિણીતા એ તેના માતાને ફોન કરીને જાણ કરી હતી કે તેનો પતિ નાની નાની બાબતોમાં બોલાચાલી ઝઘડા કરે છે. શંકા વહેમ રાખે છે. અને ઘરખર્ચ પણ આપતો નથી. જ્યારે પરિણીતાને જાણ કર્યા વગર દસ પંદર દિવસ બહારગામ જતો રહે છે. એટલું જ નહિ પરિણીતા ગર્ભવતી થતાં તેનું ગર્ભપાત પણ કરાવ્યું હતું. અને યોગ્ય સાર સંભાળ ના રાખતા બે વખત ગર્ભપાત પણ થઈ ગયું હતું. પરિણીતાએ ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરતા તેના પતિએ ઘરનો તમામ ખર્ચ તેણે આપવાનો રહેશે તેમ કહીને તેની સાથે મારઝૂડ કરતો હતો.
પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે પરિણીતાએ તેના માતાને મેસેજ કરીને દવા ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જે બાબતની જાણ પોલીસ ને કરતા પોલીસ એ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે અને પુરાવા એકત્ર કરીને વધુ તપાસ શરું કરી છે.
અમદાવાદ છે કે આફ્રિકા! નજીવી બાબતે કારચાલકે વિદ્યાર્થીની કરી હત્યા, હત્યારો ગાયબ