અમદાવાદ છે કે આફ્રિકા! નજીવી બાબતે કારચાલકે વિદ્યાર્થીની કરી હત્યા, 20 કલાક બાદ પણ હત્યારો નથી પકડાયો

Ahmedabad Crime News અમદાવાદના બોપલ ફાયર સ્ટેશન નજીક યુવકની હત્યા...માઈકા કોલેજમાં ભણતા વિદ્યાર્થીને ઉતાર્યો મોતને ઘાટ...કારચાલક હત્યા કર્યા બાદ થયો ફરાર... પોલીસે હત્યારાને શોધવા માટે હાથ ધરી તપાસ

અમદાવાદ છે કે આફ્રિકા! નજીવી બાબતે કારચાલકે વિદ્યાર્થીની કરી હત્યા, 20 કલાક બાદ પણ હત્યારો નથી પકડાયો

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના બોપલમાં એક વિદ્યાર્થીની હત્યાથી ચકચાર મચી ગઇ..આ વિદ્યાર્થીની હત્યા આડેધડ છરીના ઘા ઝીંકીને કરવામાં આવી,,અને તેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો..જીહાં તો શા માટે એક વિદ્યારથીની કરવામાં આવી કરપીણ હત્યા..શું હતો આખોય બનાવ જોઈએ આ રિપોર્ટમાં...

  • અમદાવાદના બોપલમાં સરાજાહેર હત્યા 
  • ઉપરાછાપરી માર્યા છરીના ઘા 
  • કાર ચાલકે વિદ્યાર્થીને ઉતાર્યો મોતને ઘાટ 
  • સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું મોત

 ગઈકાલે અમદાવાદના બોપલમાં સામે આવી એક હત્યાની ઘટના...માયકામાં અભ્યાસ કરતા આ યુવાનને છરીના ઘા મારી પતાવી દેવામાં આવ્યો..કારણ હતું માત્ર મૃતક દ્વારા કાર ધીમી ચલાવવાનું કહેવામાં આવ્યું..અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈકાલે રાતે કાર ધીમી ચલાવવાનું કહેતા MICA કોલેજના પ્રિયાંશુ જૈન નામના વિદ્યાર્થીને એક કારચાલકે છરીના ઘા ઝીંકી પતાવી દીધો, વિદ્યાર્થીએ કાર ચાલકને માત્ર વાહન ધીમે ચલાવવાનું કહ્યું જેને લઈને કાર ચાલકે ઝઘડો કર્યો.. અને બોલાચાલી થયા બાદ કાર ચાલક છરીના ઘા મારી ફરાર થઇ ગયો. ત્યારે MICA કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા કેસમાં બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

Add Zee News as a Preferred Source

પ્રિયાંશુ જૈન ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી હતો અને માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 10 નવેમ્બરના રોજ રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ પૃથ્વીરાજ અને પ્રિયાંશુ સાથે મિત્રનું બુલેટ લઇને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલી દુકાને સૂટ સિવડાવવા માટે ગયા હતા. બાદમાં વકિલ બ્રિજ પાસે નાસ્તો કરી કોલેજ તરફ જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારે બુલેટ પાસેથી ટર્ન લીધો હતો. જેથી પ્રિયાંશુએ કાર ચાલકને કાર ધીમે ચલાવવાનું કહ્યું. જોકે બાદમાં કાર ચાલક તેમની પાછળ આવ્યો હતો અને બુલેટ રોકવાનું કહીને બોલાચાલી કરવા લાગ્યો હતો..બાદમાં પ્રિયાંશુ અને કાર ચાલક વચ્ચે ઝઘડો થયો. જેથી ઉશ્કેરાયેલા કાર ચાલકે છરીથી પ્રિયાંશુ પર હુમલો કર્યો. બાદમાં કાર ચાલક કાર લઇને ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ તેના મિત્રો ગંભીર હાલતમાં પ્રિયાંશુને નજીકની હોસ્પિટલ લઇ ગયા. જ્યાં સારવાર દરમિયાન પ્રિયાંશુનું મોત નીપજ્યું.

  • મૃતક ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી હતો 
  • માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
  • પૃથ્વીરાજ અને પ્રિયાંશુ સુટ સીવડાવવા નીકળ્યા
  • નાસ્તો કરી કોલેજ તરફ જઇ રહ્યા હતા
  • પૂરપાટ ઝડપે આવતી એક કારે બુલેટ પાસેથી ટર્ન લીધો
  • મૃતક પ્રિયાંશુએ કાર ચાલકને કાર ધીમે ચલાવવાનું કહ્યું
  • કાર ચાલક તેમની પાછળ આવ્યો 
  • કાર ચાલકે બુલેટ રોકવાનું કહ્યું..
  • પ્રિયાંશુ અને કાર ચાલક વચ્ચે ઝઘડો થયો
  • ઉશ્કેરાયેલા કાર ચાલકે છરીથી પ્રિયાંશુ પર હુમલો કર્યો
  • કાર ચાલક કાર લઇને ફરાર થઇ ગયો 
  • ગંભીર હાલતમાં પ્રિયાંશુને નજીકની હોસ્પિટલ લઇ જવાયો
  • ઘાયલ પ્રિયાંશુંનું મોત નીપજ્યું 

 
તો માત્ર કાર ચાલકને કાર સરખી રીતે ચલાવવાનું કહેવું પણ એક વિદ્યાર્થીને ભારે પડી ગયું જેમાં તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો ત્યારે હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હત્યારા કાર ચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસપી મેઘા તેવરે માહિતી આપતી જણાવ્યું કે, બોપલમાં રવિવાર રાત્રે 10 વગ્યાની આસપાસનો આ બનાવ છે. મૃતક પ્રિયાંશું જૈન અને તેનો મિત્ર બેકરી પર સ્વીટ ખરીદવા ગયા હતા. બાઈક ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે લક્ઝ્યુરિસ કાર રોંગ સાઈડમાંથી આવી હતી. રોંગ સાઇડ માં કાર આવતા પ્રિયાશું જૈને કાર ચાલકને યોગ્ય રીતે કાર ચલાવવા કહ્યું હતું. જેથી આ બાબતે કાર ચાલકે ઝઘડો કરી છરીથી પીઠના ભાગે ઘા માર્યો હતો. ઘા મારતાં મૃતક પ્રીયાશું ગંભીર રીતે ઘાયલ થયો હતો. એક કારચાલક મહિલા મદદે આવી અને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રિયાશુ હોસ્પિટલ લઈ ગયા હતા. મીનાક્ષી પંડ્યા નામની મહિલાએ મૃતક પ્રીયાશુંને સારવાર માટે લોહી લુહાણ હાલતમાં પોતાની કારમાં લઇ ગયા હતા. મીનાક્ષીબેનના 13 વર્ષના બાળકે માતાને ઈજાગ્રસ્ત વિદ્યાર્થ મદદ કરવા માટે કહ્યું હતું. કારના વર્ણન આધારે બોપલ પોલીસ એલસીબી અને એસઓજી તપાસ કરી રહી છે. હત્યારા કાર ચાલકે પોલો ટીશર્ટ પહેરીલી અને કાનમાં કડીઓ પહેરેલી હતી. બ્લેક કલરની ઔડી કાર હોવાની આશંકાએ તપાસ શરૂ કરી છે. 

જોકે, હત્યાના 12 કલાક બાદ પણ બોપલ પોલીસ ગાડીની ઓળખ કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. પોલીસએ સીસીટીવી અને ટેકનિકલ માહિતીના આધારે તપાસ કરતા હજી કોઈ પગેરું મળ્યું નથી. પોલીસ દ્વારા હત્યારા કાર ચાલકનો સ્ક્રેચ બનાવવી પ્રક્રિયા હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news