અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી `બાળકોની તસ્કરી` કરતી ગેંગ, 17 બાળકોને કરાયા રેસ્ક્યુ
શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શહેરમાં બાળકોની તસ્કરી કરતી એક ગેંગ સક્રિય છે અને બહારથી બાળકોને લાવીને તેમની પાસે ભીખ મગાવાનો ધંધો કરે છે. આથી મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સતત 15 દિવસ સુધી વોચ ગોઠવીને તમામ માહિતી એક્ઠી કરી હતી અને પછી આ ઓપરેશન પાર પાડ્યું હતું.
મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે એક જબરદસ્ત ઓપરેશનમાં બાળકોની તસ્કરી કરતી ગેંગને પકડી પાડી છે. પોલીસની ટીમે 17 બાળકોને પણ આ ગેંગની ચૂંગાલમાંથી છોડાવ્યા છે. છોડાવવામાં આવેલા બાળકો કોઈ બીજી જ ભાષા બોલતા હોવાથી 'બાળકોની તસ્કરી'નું આ આંતરરાજ્ય રેકેટ ચાલી રહ્યું હોવાની પોલીસને આશંકા છે. પોલીસે હવે આ દિશામાં વધુ હાથ ધરી છે.
શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શહેરમાં બાળકોની તસ્કરી કરતી એક ગેંગ સક્રિય છે અને બહારથી બાળકોને લાવીને તેમની પાસે ભીખ મગાવાનો ધંધો કરે છે. આથી મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સતત 15 દિવસ સુધી વોચ ગોઠવીને તમામ માહિતી એક્ઠી કરી હતી અને પછી આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ટીમે ગુરૂવારે રાત્રે 3.30 કલાકે વટવામાં આવેલા માનવનગરના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે દરોડો પાડ્યો તો મકાનમાં 8 મહિનાથી માંડીને 20 વર્ષની યુવતી સુધીનાં 17 બાળકોને એક રૂમમાં પુરીને રાખવામાં આવ્યા હતા. પોલીસે આ મકાનમાંથી આનંદી સલાટ નામની એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે આરોપી મહિલા આનંદીના સાગરીત સંપત સલમની પણ ધરપકડ કરી છે. પ્રાથમિક પુછપરછમાં આ બંને આરોપીએ કબુલ્યું કે, તેઓ બાળકોને અસહ્ય ત્રાસ આપીને તેમની પાસે શહેરના અલગ અલગ વિસ્તારમાં ભીખ મગાવતા અને ચોરી પણ કરાવતા હતા.
પોલીસ સ્ટેશનમાં યોજાઈ મહેંદી સ્પર્ધાઃ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનની અનોખી પહેલ
કેવી રીતે પકડાઈ ગેંગ?
બાળકોને ત્રાસ આપી તેમની પાસે ભીખ મગાવવાના ષડયંત્રનો પર્દાફાશ એક બાળકીની પૂછપરછમાં થયો છે. હકિકતમાં 9 મહિના પહેલા વટવા વિસ્તારમાં ચોરીની એક ઘટના ઘટી હતી. તપાસ દરમિયાન સ્થાનિક પોલીસે બે બાળકીઓને પકડી હતી. આરોપી બાળકીની ઉંમર નાની હોવાના કારણે પોલીસે જે તે સમયે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેને સારંગપુર ખાતેના મહિપતરામ રૂપરામ આશ્રમ ખાતે મુકી હતી. અહીં પોલીસ અને આશ્રમના સંચાલકોના કાઉન્સેલિંગ દરમિયાન બાળકીએ આંચકારૂપ કબૂલાત કરી હતી. બાળકીએ કહ્યું કે, "કેટલાક લોકો તેની પાસે આ કામ કરાવી રહ્યા છે. તેની આંખમાં મરચુ આંજવામાં આવતું હતું અને શરીરે ડામ આપીને ચોરી કરાવાતી હતી. અસહ્ય માર મારીને તેની પાસે ભીક મગાવાતી હતી."
નર્મદા યોજનાઃ અધધધ....70 હજાર કરોડથી વધુનો ખર્ચ, છતાં હજુ યોજના અધુરી..!
કેવો અત્યાચાર ગુજારતી હતી ગેંગ?
- આંખમાં મરચાંની ભૂકી આંજવામાં આવતી અને પછી ભીખ માગવા મોકલાતા
- સગીરાઓને રાત્રે ચોરી કરવા મોકલતા
- ભીખ માગી બાળકો જો પૈસા લઇને ઘરે ન લાવે તો શરીરે ડામ આપતા
- ગેંગની મુખ્ય સૂત્રધાર મહિલા બાળકોને અસહ્ય માર મારી પોલીસથી બચવાના નુસખા શીખવાડતી
અહો આશ્ચર્યમ...! નર્મદા કેનાલમાં ઊંદર અને નોળિયાના લીધે પડે છે ગાબડાં...!
બાળકોના શરીર પરથી મળેલા ડામના નિશાન તેમને આપવામાં આવેલી યાતનાઓની ચાડી ખાઇ રહ્યાં હતા. પરંતુ આ બાળકો કોણ છે? તેમને ક્યાંથી લાવવામાં આવ્યા છે? પોલીસ હજુ સુધી આ જાણી શકી નથી. બાળકો જે પ્રકારની હિન્દી ભાષા બોલે છે તેમાં દક્ષિણ ભારતની ભાષાની છાંટ આવે છે. આથી, પોલીસ સમગ્ર રેકેટમાં આંતરરાજ્ય ગેંગ સંડોવાયેલી હોવાનું અનુમાન કરી રહી છે. આગામી દિવસોમાં શહેરમાં બાળકો પાસે ભીખ મગાવવાનુ મોટું રેકેટ બહાર આવે શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે મહિલા આરોપી આનંદી સલાટ પાસેથી અગાઉ પણ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. એ સમયે એફિડેવિટ કરી તેમને છોડવવામાં આવ્યા હતા. આજે છોડાવવામાં આવેલા 17 બાળકોને આરોપી મહિલા આનંદી તેનાં પૌત્ર-પૌત્રી અને સંબંધીનાં બાળકો હોવાનું જણાવી રહી છે. પોલીસ આગામી દિવસમાં આરોપી સાથે બાળકોનો DNA ટેસ્ટ કરાવશે.
જૂઓ LIVE TV....