પોલીસ સ્ટેશનમાં યોજાઈ મહેંદી સ્પર્ધાઃ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનની અનોખી પહેલ

સામાન્ય રીતે નાની બાળકીઓ તથા મહિલાઓ પોલીસ મથકના પગથિયા ચઢવામાં ગભરાતી હોય છે. સુરતના કતારગામ પોલીસે મહિલાઓ અને બાળકીઓમાં પોલીસ પ્રત્યે રહેલા આ ભયને દૂર કરવા માટે એક અનોખો પ્રયાસ કર્યો હતો. 
 

ચેતન પટેલ/ સુરતઃ સામાન્ય રીતે નાની બાળકીઓ તથા મહિલાઓ પોલીસ મથકના પગથિયા ચઢવામાં ગભરાતી હોય છે. સુરતના કતારગામ પોલીસે મહિલાઓ અને બાળકીઓમાં પોલીસ પ્રત્યે રહેલા આ ભયને દૂર કરવા માટે એક અનોખો પ્રયાસ કર્યો હતો. કતારગામ પોલીસે એક એનજીઓ સાથે મળીને પોલીસ મથકની અંદર જ નાની બાળકીઓ તથા મહિલાઓ માટે મહેંદી મુકવાની એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ મહેંદી કાર્યક્રમમાં 200થી વધુ નાની બાળકીઓએ ભાગ લીધો હતો. અલુણા વ્રત નિમિત્તે પોલીસ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 

પોલીસ પ્રત્યેનો ભય દૂર કરવા આયોજન

1/6
image

સામાન્ય રીતે નાની બાળકીઓ તથા મહિલાઓ પોલીસ મથકના પગથિયા ચઢવામાં ગભરાતી હોય છે. રાજ્યમાં સુરતના કતારગામ પોલીસે મહિલાઓ અને બાળકીઓમાં પોલીસ પ્રત્યે રહેલા આ ભયને દૂર કરવા માટે એક અનોખો પ્રયાસ કર્યો હતો. અલુણા વ્રત નિમિત્તે પોલીસ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

મહેંદી સ્પર્ધાનું આયોજન

2/6
image

કતારગામ પોલીસે એક એનજીઓ સાથે મળીને પોલીસ મથકની અંદર જ નાની બાળકીઓ તથા મહિલાઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ મહેંદી સ્પર્ધામાં 200થી વધુ નાની બાળકીઓએ અને મહિલાઓએ ભાગ લીધો હતો  

મહિલા પોલીસકર્મી પણ જોડાઈ

3/6
image

રાજ્યમાં પોલીસમાં હવે મહિલાઓ પણ હોંશે-હોંશે જોડાઈ રહી છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં આયોજિત મહેંદી સ્પર્ધાના કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનની મહિલા પોલીસકર્મીઓ પણ જોડાઈ ગઈ હતી. તેમણે અનેક બાળકીઓના હાથમાં મહેંદી મુકવાની સાથે વાતો-વાતોમાં પોલીસ પ્રત્યે રહેલો ભય દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. 

'ગુડ ટચ, બેડ ટચ'ની અપાઈ માહિતી

4/6
image

પોલીસ સ્ટેશનમાં આયોજીત આ મહેંદી સ્પર્ધામાં બાળકીઓને 'ગુડ ટચ, બેડ ટચ' અંગે પણ માહિતી આપવામાં આવી હતી. બાળકીઓની સાથે આવેલી તેમની માતાઓ પોલીસની આ પહેલથી અત્યંત ખુશ થઈ ગઈ હતી.   

પોલીસની કામગીરીની સમજણ આપી

5/6
image

પોલીસ સ્ટેશનમાં આવેલી બાળકીઓ અને તેમની માતાઓને પોલીસ સ્ટેશનના તમામ વિભાગની વિઝીટ કરાવવામાં આવી હતી. દરેક વિભાગ કેવા પ્રકારની કામગીરી કરે છે અને શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ કેટલી સતર્ક રહેતી હોય છે એ તમામ વિગતો સમજાવવામાં આવી હતી. 

મહેંદી સ્પર્ધાના વિજેતાને અપાયા ઈનામ

6/6
image

સ્પર્ધા હોય એટલે ઈનામ તો આપવા જ પડે. કતારગામ પોલીસે પણ બાળકીઓમાં ઉત્સાહ વધે તેને ધ્યાનમાં રાખીને મહેંદી સ્પર્ધામાં ઈનામ પણ રાખવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરીને ઝી 24 કલાકની ટીમ ખરેખર બિરદાવી રહી છે.