અમદાવાદ: અમદાવાદ(Ahmedabad) ના એલિસબ્રિજ (Ellisbridge) વિસ્તારમાં સ્થિત ઔડાના મકાનમાં પરણિતાએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા (Suicide) કરી હતી. પ્રેમી પરણિતાના ઘરમાં ઘૂસીને લઇ જતો હતો. આ વાતની જાણકારી પિતાને પણ હતી પરંતુ આબરૂ બચાવવા માટે તેમણે ફરિયાદ કરી ન હતી. આ સમગ્ર મામલે પરણિતાના પિતાએ પ્રેમીના કારણે જ તેમની પુત્રીએ આત્મહત્યા (Suicide) કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Result: ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ. બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર


પરણિતાને 3 વર્ષનો પુત્ર પણ છે. લગ્ન (Marriage) બાદ મહિલા પોતાના પરિવાર સાથે ભિલોડા રહેતી હતી પરંતુ લોકડાઉન (Lockdown) ના કારણે તેના પતિને નોકરી (Job) ન મળતાં તે કામકાજ માટે ઘરથી બહાર જતો હતો ત્યારે પડોશમાં રહેનાર દિનેશ બારિયા ઘરે આવીને પરણિતા સાથે છેડતી કરતો હતો, જે અંગે મહિલાએ માહિતી પતિ અને પિતાને પણ આપી હતી અને દિનેશની હરકતો વધતાં પરિવાર અમદાવાદ રહેવા આવી ગયો હતો.  


અમદાવાદ (Ahmedabad) આવ્યા છતાં દિનેશ અહીં અહીને મહિલાને પરેશાન કરવા લાગ્યો હતો. દિનેશે પરણિતાના ભાઇ તથા પિતાની હત્યા માટે ધમકી આપી હતી જેથી પરેશાન થઇને ભારતીએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube