Result: ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ. બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જોઇ શકાશે.

Result: ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ. બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર

અતુલ તિવારી, અમદાવાદ: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જોઇ શકાશે. શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન (Login) કરી પરિણામ જોઇ અને તેની પ્રિન્ટ કાઢી શકાશે. રેગ્લુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ (Class 12 Result) જાહેર કરવામાં કરવામાં આવ્યું છે. 

A1 ગ્રેડમાં 691, A2 ગ્રેડમાં 9455, B1 ગ્રેડમાં 35,288, B2 ગ્રેડમાં 82010, C1 ગ્રેડમાં 1,29,781, C2 ગ્રેડમાં 1,08,299, D2 ગ્રેડમાં 28,690, E1 ગ્રેડમાં 5885 અને E2 ગ્રેડમાં 28 વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો છે. કુલ 4,00,127 વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.
No description available.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB Board) ની અખબારી યાદીમાં જણાવાયું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કર્યા હતા તેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.
No description available.
Chotila Highway પર ટેન્કર પલ્ટી ખાતા વહી તેલની નદીઓ, લોકોએ કરી પડાપડી

નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર શનિવારે  31-07-2021 ના રોજ સવારના 8:00 કલાકે જાહેર કરવામાં આવશે. શાળાઓ તેઓની શાળાનું પરિણામ (Result) શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી જોઇ શકશે તથા પ્રિન્ટ કાઢી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના ગુણપત્રકની નકલ આપી તેમના પરિણામની જાણ કરવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB Board) ધોરણ-12ના વિદ્યાર્થીઓ (Student) ને માસ પ્રમોશન બાદ ફાઈનલ માર્ક્સશીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી હતી. આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12ના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓની ફાઈનલ માર્ક્સશીટમાં એના ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12ની પરીક્ષાઓના માર્ક્સ ગણાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news