ઉદય રંજન/અમદાવાદ : શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જ્વેલર્સમાં ચોરીને અંજામ આપતી મહિલા તથા તેને મદદગારી કરનાર તેના પતિની રામોલ પોલીસે ધરપકડ કરી છે. તાજેતરમાં જ દંપતીએ અલગ-અલગ ૪ જ્વેલર્સને ટાર્ગેટ કરી હતી. જે અંગે રામોલ પોલીસે ગુનો નોંધી 1 કિલો ચાંદી અને ગુનામાં વપરાતી રીક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે તપાસ દરમિયાન મહિલા તાજેતરમાં જ જેલમાંથી જામીન પર છુટી હોવાનુ સામે આવ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના રામોલ પોલીસની કસ્ટડીમાં રહેલા આ દંપતીની ધરપકડ નજર ચૂકવી ચોરી કરવાના ગુનામાં કરવામાં આવી છે. મહિલા આરોપી પૂનમ રંગવાણી ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાનમાં જતી અને ચાંદી ખરીદવાના બહાને સેલ્સમેનની નજર ચૂકવી ચોરી કરતી હતી. તો તેનો પતિ કમલેશ રંગવાણી રિક્ષા લઈને જ્વેલર્સની દુકાનની આસપાસ આંટા મારતો હતો. જેવી તેની પત્ની દુકાનમાંથી બહાર આવે તરત જ બંને પતિ-પત્ની નાસી છૂટતા હતા. પોલીસ તપાસમાં દંપતીએ તાજેતરમાં જ રામોલ વિસ્તારમાં ૨ જ્વેલર્સ ઉપરાંત નિકોલ વિસ્તારમાં એક જ્વેલર્સમા ચોરી કરી હોવાની કબુલાત કરી છે.


ઝડપાયેલ મહિલા આરોપી પૂનમ અગાઉ વેજલપુર, કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. તે ગુનામાં ધરપકડ પણ થઈ હતી. સાથે જ મહિલાએ રાજસ્થાનમાં પણ જ્વેલર્સની દૂકાનોમાં ચોરી કરી હતી. ચોરીના ગુનામાં ઝડપાયેલા દંપતીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, રિક્ષાચાલક પતિની આવક ખુબજ ઓછી હતી. ઉપરાંત મોજશોખ કરવા માટે આ ચોરી કરતા હતા. જોકે ચોરી કરેલો મુદ્દામાલ વેચાય તે પહેલા પોલીસે તેની ધરપકડ કરી છે. એક કિલો ચાંદી, ગુનામા વપરાયેલી રિક્ષા પણ કબ્જે કરી છે.


મહત્વનું છે કે મહિલાએ તાજેતરમાં જ ચાર ગુનાને અંજામ આપ્યો છે ઉપરાંત જેલમાંથી છૂટ્યા બાદ પણ ચોરી કરવાની ચાલુ રાખી છે માટે પોલીસે આરોપીની પાસા કરવાની તજવીજ હાથ ધરી છે.. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસ મા શુ નવા ખુલાસા થાય છે... અને મહિલા આરોપી પાસેથી ચોરી નો માલ ખરિદનાર અન્ય કેટલા આરોપી પોલીસ ગિરફતમા આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube