Heart Attack : રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. રોજ ગુજરાતમાં બે થી વધુ હાર્ટએટેકના કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના એક યુવકને બસમાં જ હાર્ટ એટેકથી મોત આવ્યું છે. અમદાવાદના ખાનપુરના 30 વર્ષીય યુવકને બસમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. આમ, બે દિવસમાં ત્રણ યુવકોના હાર્ટએટેકથી જીવ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી નામના 29 વર્ષના યુવકનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું છે. હર્ષ સંઘવી નામનો આ યુવક બે દિવસ માટે રાજસ્થાનના ભાંડવાજી ખાતે યાત્રાએ ગયો હતો. જ્યાંથી પરત ફરતા સમયે મંગળવારે રાત્રે બસમાં જ હાર્ટ એટેક આવી ગયો અને મોત નિપજ્યું. 


ગુજરાતમાં વરસાદની વિદાય વચ્ચે હવામાન વિભાગની આગાહી : આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે


આમ, રાજસ્થાન તીર્થ યાત્રા કરી પરત ફરતી વખતે બસમાં જ એટેક આવ્યો હતો. હર્ષ સંઘવી 2 વર્ષીય નાની દીકરી અને પત્ની સહિત પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. ખાસ કરીને યુવાઓને પ્રાણ ભરખી રહ્યો છે. હવે તો ગરબા પ્રેક્ટિસ કરતા યુવકોને પણ હાર્ટએટેકથી મોત આવી રહ્યું છે. 


હાર્ટ એટેકની Warning Sign
જો તમને તમારા શરીરમાં નીચે લખેલી કોઈપણ સમસ્યા છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને જરૂરી ટેસ્ટ કરાવો, કારણ કે તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.


ભાદરવી પૂનમમાં છલકાઈ મા અંબાની દાન પેટી : ચાર દિવસમાં 1.12 કરોડનું દાન આવ્યું


એકદમ જ નથી આવતો Heart Attack, દેખાવા લાગે છે આ લક્ષણો
હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. આપણા દેશમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે, જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી કેવી રીતે બચવું.


હાર્ટ એટેક અચાનક આવતો નથી, પરંતુ આ પહેલા આપણું હૃદય ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે, જ્યારે સમસ્યા હાથમાંથી નીકળી જાય છે ત્યારે તે એક મોટો આંચકો મળે છે. હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર ઘણા સંકેતો આપે છે, જેને ઈગ્નોર ન કરવુ જોઈએ. હાલમાં જ મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે મુજબ આપણું શરીર હાર્ટ એટેકના 4 અઠવાડિયા પહેલા ખતરાના સંકેતો આપે છે.


અંબાજીના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો, સુવર્ણ જડિત મંદિર રોશનીથી દેદીપ્યમાન બન્યું