અંબાજી મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો, સુવર્ણ જડિત મંદિર રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું

Bhadavari Poonam Melo : ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ.. 4 દિવસમાં 20 લાખથી વધુ માઈભક્તોએ જગત જનની  મા જગદંબાના કર્યા દર્શન
 

અંબાજી મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો, સુવર્ણ જડિત મંદિર રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું

Ambaji Temple અલકેશ રાવ/બનાસકાંઠા : ભાદરવી પૂનમના મહમેળાને લઈને અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ છે. માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો છે. સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું છે, જેને લઈને મંદિરનો અલૌકિક નજારો જોઈ ભક્તો આનંદિત થઈ ઉઠ્યા છે. 

માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં માનવમહેરામણ માંના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યો છે. લાખોની સંખ્યામાં આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે. બોલમાડી.અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજીમાં મિનિકુંભનો માહોલ સર્જાયો છે. ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી મેળાને યાદગાર બનાવવા અંબાજી મંદિરને ભવ્યાતિભવ્ય રોશનીથી શણગારાયુ છે ,અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં માં ના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે અને માના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફરીન પોકારી ઉઠે એવો રોશનીનો ઝગમગાટ કરાયો છે. અંબાજીમાં શક્તિપીઠ સર્કલથી માતાજીના મંદિરમાં પ્રવેશવાના મુખ્ય ગેટ શક્તિદ્વાર તથા મંદિરના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા માં અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડ્યા હોય એવી અનુભૂતિ શ્રધ્ધાળુ ભાવિક ભક્તો કરી રહ્યા છે.તો બીજી બાજુ મંદિરમાં લાખો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે જેમે લઈને મંદિર પરિસર દીવડાઓ અને રોશનીથી ઝગમગી ઉઠતા માં અંબાના ધામમાં અલોકિત નજારો થતાં ભક્તો ભાવ તરબોળ થઈ રહ્યા છે.

અંબાજી મંદિરનો સુવર્ણ મંડીત મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશની જયારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાઇ રહી છે જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતા ને રોમાંચકતાનો અનુભવ કરી મંદિર પરિસરમાં કરવામાં આવેલી ઝગમગતી વ્યવસ્થા બદલ વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે

મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્ત જયેશભાઇ પટેલે જણાવ્યું કે, રોશનીનો આવો ઝગમગાટ ક્યાંય જોયો નથી, મંદિરમાં અધભૂત રોશની કરાઈ છે. બહું જ જબરદસ્ત નજારો છે. તો અન્ય ભક્ત વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, અમે મહેસાણાથી આવીએ છીએ મંદિરમાં અલૌકિક રોશની માનમોહી રહી છે. અંબાજી ધામ રોશની અને લાખો દિવડાથી ઝગમગી ઉઠતા અમારો આ નજારો જોઈને થાક ઉતરી ગયો છે. 

ગુજરાત તો ઉત્સવો, પર્વો અને મેળાઓની ભૂમિ છે. પરંતુ એમાંય અંબાજીના માં અંબા બિરાજમાન છે અને એટલે જ દૂર દૂર હજારો કિલોમીટરની પદયાત્રા કરી આવતા માઇભક્તો પગપાળા યાત્રાના થાકમાં પણ માના દર્શન કરવાનો થનગનાટ અનુભવે છે. અંબાજીમાં ભવ્ય રોશનીથી દિપી ઉઠતા આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થતા શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરી રહ્યું છે જેની અનુભૂતિ ભવ્ય રોશનીમાં થઈ રહી છે. 

અંબાજીમાં શક્તિદ્વાર થી લઈને શહેરના માર્ગો અને મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news