First Phase​ Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. જેના માટે મંગળવારે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાં મતદાન થશે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મતદાન થશે. ત્યારે કયા જિલ્લાઓમાં મતદાન થશે તે પણ જાણી લેવું જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા જિલ્લામાં મતદાન થશે:
1. કચ્છની 6 બેઠક
1. અબડાસા
2. માંડવી
3. ભુજ
4. અંજાર
5. ગાંધીધામ
6. રાપર


2. સુરેન્દ્રનગરની 5 બેઠક-
1. દસાડા
2. લીંબડી
3. વઢવાણ
4. ચોટીલા
5. ધ્રાંગધ્રા


3. મોરબીની 3 બેઠક-
1. મોરબી-માળિયા
2. ટંકારા
3. વાંકાનેર


4. રાજકોટની 8 બેઠક-
1. રાજકોટ પૂર્વ
2. રાજકોટ પશ્વિમ
3. રાજકોટ ગ્રામ્ય
4. જેતપુર
5. ગોંડલ
6. રાજકોટ દક્ષિણ
7. જસદણ
8. ધોરાજી


5. જામનગરની 5 બેઠક-
1. કાલાવડ
2. જામનગર ગ્રામ્ય
3. જામનગર ઉત્તર
4. જામનગર દક્ષિણ
5. જામજોધપુર


6. દ્વારકાની 2 બેઠક-
1. દ્વારકા
2. ખંભાળિયા


7. પોરબંદરની 2 બેઠક-
1. પોરબંદર
2. કુતિયાણા


8. જૂનાગઢની 4 બેઠક-
1. જૂનાગઢ
2. કેશોદ
3. વીસાવદર
4.માંગરોળ
5. માણાવદર


9. ગીર-સોમનાથની 4 બેઠક-
1. તાલાલા
2. સોમનાથ
3. કોડીનાર
4. ઉના


10. અમરેલીની 5 બેઠક-
1. અમરેલી
2. ધારી
3. લાઠી
4. સાવરકુંડલા
5. રાજુલા


11. ભાવનગરની 7 બેઠક-
1. ભાવનગર પૂર્વ
2. ભાવનગર પશ્વિમ
3. ભાવનગર ગ્રામ્ય
4. મહુવા
5. તળાજા
6. ગારિયાધર
7. પાલીતાણા


12. બોટાદની 2 બેઠક-
1. બોટાદ
2. ગઢડા


13. નર્મદાની 2 બેઠક-
1. ડેડિયાપાડા
2. નાંદોદ


14. ભરૂચની 5 બેઠક-
1. જંબુસર
2. વાગરા
3. ઝઘડિયા
4. ભરૂચ
5. અંકલેશ્વર


15. સુરતની 16 બેઠક-
1. ઓલપાડ 2. માંગરોળ 3. માંડવી 4. કામરેજ 5. સુરત પૂર્વ 6. સુરત પશ્વિમ 7. સુરત ઉત્તર 8. વરાછા 9. લિંબાયત 10. કતારગામ 11. મજૂરા 12. ઉધના 13. ચોર્યાસી 14. બારડોલી 15. મહુવા 16. કરંજ


16. તાપી જિલ્લાની 2 બેઠક-
1. વ્યારા
2. નિઝર


17. ડાંગની 1 બેઠક-
1. ડાંગ


18. નવસારીની 4 બેઠક-
1. જલાલપોર
2. નવસારી
3. ગણદેવી
4. વાંસદા


19. વલસાડની 5 બેઠક-
1. ધરમપુર
2. વલસાડ
3. પારડી
4. કપરાડા
5. ઉમરગામ


કેટલા મતદારો મતદાન કરશે:
પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાનો કિંમતી મત આપશે. પ્રથમ તબક્કા માટે 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતદાન કરશે. જેમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો, જ્યારે 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે. આ સિવાય અન્ય 894 મતદારો પણ પોતાનો મત આપશે.


2017માં ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠક મળી હતી:
2017માં પહેલા તબક્કાની 89માંથી 48 બેઠક ભાજપને મળી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં 38 બેઠક અને બીટીપીના ફાળે 2 બેઠક આવી હતી.