ઝી બ્યૂરો, અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા અને જીતવા માટે રાજકારણ ગરમાયું છે. ચૈતર વસાવાના નિવેદન પર મનુસખ વસાવાએ પ્રહાર કરતાં કહ્યું ચૈતર વસાવા મુર્ખ છે. મનસુખ વસાવાએ કહ્યું કેજરીવાલ કે ઈસુદાન ગઢવીમાં તાકાત હોય તો વારાણસી બેઠક પર પ્રધાનમંત્રી મોદીની સામે ચૂંટણી લડીને બતાવે...ચૈતર વસાવાને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતુંકે,- કોંગ્રેસ-AAPના ગઠબંધનની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે. ઉલ્લેખનીય છે કે મહત્વનું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક પર PM મોદી કે રાહુલ ગાંધી લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા બનશે. ચૈતર વસાવાના નિવેદન પછી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૈતર વસાવા અને મનસુખ વસાવા એકબીજા પર પ્રહાર કરવામાં એક પણ મોકો નથી છોડતા.


ભાજપના સાંસદ આક્રામક મૂડમાંઃ
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરી હતી. એ બાદ જાણે ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ગરમાયો હોય એવું જોવા મળી રહ્યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ પણ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે અને હાલ ચૈતર વસાવા એ લોકસંપર્ક માં બેફામ બોલી રહ્યા છે આજે ચૈતર વસાવા એ નિવેદન કર્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી પણ લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે.


ચૈતર વસાવા મૂર્ખ છેઃ મનસુખ વસાવાની ટિપ્પણી
જેને લઈ ભરૂચ લોકસભા ના આ મતવિસ્તાર માં આવું બોલતા ચૈતર વસાવાના નિવેદનની સામે સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે ચૈતર વસાવા મૂર્ખ છે ,અને સાથે મનસુખ વસાવા એ ચેલેન્જ કરી કે કેજરીવાલ કે ઇસુદાન ગઢવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે વારાણસી થી ચૂંટણી લડી બતાવે.


ચૈતર વસાવા સાવ નવો નિશાળીયો છે, દુઃખે છે પેટ અને કૂટે છે માથુંઃ
સાંસદે કહ્યું કે ચૈતર વસાવા બોગસ નિવેદન કરે છે એ નવો નિશાળીયો છે સાથ ચૈતર વસાવા ને દુઃખે છે પેટ અને ફૂટે છે માથું કોંગ્રેસ અને આપના ગઠબંધન ની. અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે ગઠબંધન માં બાળક જન્મે તે પેહલા નામકરણ કર્યું તેવી સ્થિતી નું નિર્માણ થયું છે. અમારે ગઠબંધન સાથે કોઈ લેવા દેવા નથી એમણે જે કરવું હોય તે કરે અમેં તો અમારું ઘર સાંભળવા માટે ની તૈયારી હાથ ધરી દીધી છે. આમ આદમી પાર્ટી ના લોકસભા ના ઉમેદવારો ડિપોઝીટ ગુમાવશે ત્યારે હાલ આ ભરૂચ લોકસભા ની હજુ ચૂંટણી જાહેર નથી થઇ ત્યાર પહેલા માહોલ ગરમાયો.