અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાતના પ્રવાસે, મોટેલા સ્ટેડિયમની લેશે મુલાકાત
ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસ માટે અમદાવાદના પ્રવાસે આવી રહ્યાં છે.
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સોમવાર (24 ફેબ્રુઆરી)એ અમદાવાદમાં આવવાના છે. ટ્રમ્પના પ્રવાસને લઈને અમવાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ (Namaste Trump)' કાર્યક્રમ યોજાવાનો છે. અમેરિકી રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈને ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલ (23 ફેબ્રુઆરી)એ અમદાવાદ આવશે. અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ આવતીકાલે અહીં પહોંચીને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના છે. ત્યારબાદ સોમવારે ગૃહપ્રધાન આ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી પણ આપશે. ત્યારબાદ મંગળવારે અમિત શાહ કેપી વિદ્યાર્થી ભવનના શિલાન્યાસ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
નમસ્તે ટ્રમ્પઃ અભિવાદન નાગરિક સમિતિની સભ્યોએ લીધી સ્ટેડિયમની મુલાકાત, તૈયારીનું કર્યું નિરીક્ષણ
તો બીજીતરફ અમિત શાહની ગુજરાત મુલાકાત પર તેવી ચર્ચા પણ ચાલી રહી છે કે તેઓ ભાજપના પ્રદેશ સંગઠનમાં વિવિધ નિમણૂંકો અંગે નિર્ણય કરે તેવી પણ ચર્ચા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે અમિત શાહ હાલમાં ગુજરાતમાં થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અને રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક