અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ સવારે સુરત અને બપોરે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારબાદ પીએમ મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત વાયબ્રન્ટ નવરાત્રી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ આરતી કર્યા બાદ એક કલાક ગરબા પર નિહાળ્યા હતા.


પીએમ મોદીએ માતાજીની આરતી કરી
નવરાત્રીના ચોથા નોરતે પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત નવરાત્રિ મહોત્સવમાં પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતાજીની આરતી કરી હતી. પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ માતાજીની આરતી કરી હતી. આરતી બાદ પીએમ મોદી ગરબા નિહાળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીયંત્ર આપીને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube