જર્મનીમાં ફસાયેલી બાળકીની માતાએ કહ્યું; સુષમા સ્વરાજ જીવતા હોય તો અમદાવાદ આવી ગઈ હોત અરીહા
ભારતીય મૂળની એક બાળકી જર્મનીમાં ચાઈલ્ડ સર્વિસેઝની કસ્ટડીમાં છે. અહીં બાળકની માતા મુંબઈમાં જર્મન એમ્બેસીની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે આ અંગે ભારત સરકાર તરફથી એક નિવેદન પણ સામે આવ્યું છે.
ઝી બ્યુરો/અમદાવાદ: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે જર્મન સત્તાવાળાઓને વિનંતી કરી રહ્યા છીએ કે અરિહાને વહેલી તકે ભારત મોકલવાના તમામ પ્રયાસો કરે. અમે અરિહા શાહની ભારત પરત ફરવાની ખાતરી માટે કટિબદ્ધ છીએ.
આજે સાંજે મેઘો અ'વાદને બરાબરનું ધમરોળશે! કડાકા ભડાકા સાથે વરસી શકે છે ધોધમાર વરસાદ
ભારતીય મૂળની એક બાળકી જર્મનીમાં ચાઈલ્ડ સર્વિસેઝની કસ્ટડીમાં છે. અહીં બાળકની માતા મુંબઈમાં જર્મન એમ્બેસીની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે આ અંગે ભારત સરકાર તરફથી એક નિવેદન પણ સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે જર્મનીને વિનંતી કરી રહ્યા છીએ કે તે છોકરી (અરિહા શાહ)ને ભારત પરત કરે. તે એક ભારતીય નાગરિક છે અને 2021માં જ્યારે તેણી 7 મહિનાની હતી ત્યારે તેને જર્મનીની યુવા કલ્યાણની કસ્ટડીમાં રાખવામાં આવી હતી. હવે તે છેલ્લા 20 મહિનાથી પાલક ઘરમાં છે.
1000 કરોડથી ઓછાનું કામ હોય તો હું લોકાર્પણમાં પણ જતો નથી, ગુજરાતને આપી ગયા 4000 કરોડ
'અરિહાને લઈને કોઈ બાંધછોડ ન કરવી જોઈએ'
તેમણે કહ્યું, અમારું દૂતાવાસ વારંવાર જર્મન સત્તાવાળાઓને વિનંતી કરી રહ્યું છે કે અમારી સાંસ્કૃતિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિ સાથે અરિહા મુદ્દે કોઈ ચેડા ન થાય. અમે જર્મન સત્તાવાળાઓને વિનંતી કરીએ છીએ કે અરિહાને વહેલામાં વહેલી તકે ભારત મોકલવાના તમામ પ્રયાસો કરે, જે ભારતીય નાગરિક તરીકે તેનો અધિકાર પણ છે. અમે અરિહા શાહની ભારત પરત ફરવાની ખાતરી કરવા માટે કટિબદ્ધ છીએ.
નીતા અંબાણીને સાડી પહેરાવનાર લાખોમાં લે છે ચાર્જ, 18 સેકન્ડમાં પહેરાવી દે છે સાડી
'સુષ્મા સ્વરાજ એક માતાનું દર્દ સમજે છે'
અરિહાની વ્યથિત અને લાગણીશીલ માતા ધારા શાહે દિવંગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને તેમની પુત્રીને પરત મેળવવાના સંઘર્ષ વચ્ચે યાદ કર્યા. તેમણે કહ્યું, 'સુષ્મા સ્વરાજ એક માતા હતા, તેથી તે એક માતાનું દર્દ સમજતા હતા. વિપક્ષમાં રહીને પણ તેમણે હંમેશા સમર્થન આપ્યું હતું. તે કહેતા હતા કે, જો બાળક ભારતીય નાગરિક હોય તો આપણે જાણીએ છીએ કે આપણા બાળકની સંભાળ કેવી રીતે રાખવી. આ તેમનું સ્ટેન્ડ હતું. 20 મહિના થઈ ગયા. મને ખાતરી છે કે જો ભારત સરકાર હસ્તક્ષેપ કરશે, વડાપ્રધાન મોદી આ મામલે દરમિયાનગીરી કરશે તો મારી દીકરીને ન્યાય મળશે. તે એક ભારતીય છોકરી છે. તે એક ગુજરાતી છોકરી છે.
Maa Lakshmi: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જરૂરથી કરો આ જાપ, પૂર્ણ થશે મનોકામના
અરિહાની માતા ધારા શાહે જણાવી સમગ્ર ઘટના...
અરિહા શાહની માતા ધારા શાહે આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી છે. મૂળ અમદાવાદી પણ ભૂયંગદેવમાં રહેતાં ભાવેશ શાહ અને ધારા શાહ 2019માં નોકરી કરવા માટે જર્મનીના બર્લિન શહેરમાં શિફ્ટ થયાં હતાં. બંને જણા એક સાથે ગયા બાદ ધરા શાહ પ્રેગનન્ટ થતાં ફેબ્રુઆરી 2021માં અરિહાનો જન્મ થયો હતો. સપ્ટેમ્બર 2021માં અરિહાના પ્રાઇવેટ પાર્ટ પર ઈજા થઈ હતી. અરિહાને તુરંત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરે તેની સારવાર કરીને ડિસ્ચાર્જ આપી દીધો હતો. થોડા દિવસ પછી અરિહાને ફરીથી ડૉક્ટરને બતાવવા ભાવેશ અને ધારા હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમને જબરદસ્ત ચોંકાવનારો અનુભવ થયો હતો.
Taarak Mehta Ka Ooltah Chashmah નિર્માતા પર મિસિસ સોઢીએ લગાવ્યો નવો આરોપ
તેમણે કહ્યું કે બાળકી હવે 27 મહિનાની છે. 20 મહિનાથી મારાથી દૂર છે. જ્યારે બાળક 7 મહિનાનું હતું, ત્યારે મેં તેના ડાયપરમાં લોહી જોયું. આના પર હું તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ત્યાં ડૉક્ટરે 'બધું સારું છે' કહીને પાછા મોકલ્યા. બાદમાં જ્યારે અમે ફોલો-અપ માટે ગયા, ત્યારે તેઓએ બાળ સંભાળ સેવાને ફોન કર્યો અને બાળકને તેમને સોંપ્યું. પરિવાર પર અભદ્ર અને ખોટા આક્ષેપો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમારા પર બાળકી સાથે જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, અમે પ્રમાણિક હતા. કારણ કે અમે પોતે તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા.
આજે સાંજે મેઘો અ'વાદને બરાબરનું ધમરોળશે! કડાકા ભડાકા સાથે વરસી શકે છે ધોધમાર વરસાદ
જે હોસ્પિટલે આરોપો મૂક્યા હતા તેણે તેમને ફગાવી દીધા હતા.
ધારા વધુમાં જણાવે છે કે, આપણે આવું કેમ કરીશું? કોઈ ભારતીય પોતાના બાળક સાથે કે કોઈના બાળક સાથે આવું વિચારી ન શકે? બધું ચકાસ્યું. જે હોસ્પિટલે ચાઈલ્ડ કેર નામ આપ્યું હતું, તેણે ડિસેમ્બર 2021માં રિપોર્ટ આપ્યો હતો. તે રિપોર્ટમાં તેણે જાતીય શોષણને નકારી કાઢ્યું હતું. બાળકીના પિતા અને દાદા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. ફેબ્રુઆરી 2022માં પોલીસે આ કેસ બંધ કરી દીધો હતો. અમને લાગ્યું કે આ લોકોની જે પણ ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે. હવે બાળકી અમને આપવામાં આવશે. તેમ છતાં, ચાઇલ્ડ કેરે પેરેંટલ કસ્ટડી સમાપ્ત કરવા માટે કેસ ચાલુ રાખ્યો.
પાટીલ દોઢે વાગે તો રૂપાણીએ રાતે 11 વાગે લગાવી અરજી, નેતાઓ અને કરોડપતિઓએ લાઈનો લગાવી.