આજે સાંજે મેઘરાજા અમદાવાદને બરાબરનું ધમરોળશે! કડાકા ભડાકા સાથે વરસી શકે છે ધોધમાર વરસાદ

Gujarat Weather Forecast : ગુજરાતના લોકો પર ફરી ઉભુ થયું વાવાઝોડાનું સંકટ. 7થી 11 જૂન વચ્ચે ફૂંકાશે ભારે પવનો... અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઉભુ થતાં ગાજવીજ અને ભારે પવન સાથે આવશે વરસાદ.

આજે સાંજે મેઘરાજા અમદાવાદને બરાબરનું ધમરોળશે! કડાકા ભડાકા સાથે વરસી શકે છે ધોધમાર વરસાદ

Gujarat Weather: ગુજરાતમાં હજી પણ આવનારા દિવસોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. જેથી આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં આજે સાંજના (શનિવાર) સમયે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજે સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવના પ્રબળ બની છે, ત્યારે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 7થી 11 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. 

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બફારાનું પ્રમાણ વધારે હોવાથી લોકો અકળાઇ રહ્યા છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. ચોમાસાની આગાહી વિશે જાણવા મળી રહ્યું છે કે ચોમાસુ હાલ ભારતમાં આગળ વધી રહ્યું છે. ચોમાસું હાલ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે અને જલ્દી જ કેરળ પહોંચી જશે. કેરળ બાદ મહારાષ્ટ્ર અને ત્યાર બાદ ગુજરાતમાં પહોંચશે. 

ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસ પહેલા કમોસમી વરસાદને કારણે અમદાવાદમાં રમાયેલી IPL ફાઈનલ મેચ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

ગુજરાતમાં ચોમાસું આવવાને હજી ઘણી વાર છે. કારણ કે, હજી કેરળમાં પણ ચોમાસું બેઠુ નથી. પરંતુ તે પહેલા જ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી જશે. ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકાભડાકા સાથે ફરીથી વરસાદ આવશે. આ કારણે લોકોને ગરમીમાંથી મુક્તિ મળશે. અરબી સમુદ્રમાં 6 થી 9 જુનમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આવી રહેલા વાવાઝોડાના સંકટ વિશે જણાવ્યું કે, આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સુક્કું રહેશે. કેટલાક સ્થળો પર લોકલ કનેક્ટિવ એક્ટિવિટીની સંભાવનાં છે. તો અમદાવાદમાં આજે સાંજે વરસાદની સંભાવનાં છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આવામાં ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ બની છે. 

વાવાઝોડું ક્યારે આવશે તે વિશે તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news